પીપળિયા ગામે દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાનાપીપળિયા ગામે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 બૂટલેગરોને ઝડપી પાડી ~1.71 લાખનો દારૂ અને કાર સહિત ~5.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગોરજ ગામ પાસેથી દારૂ ભરેલી પિકઅપ વાન પકડ્યા બાદ પોલીસે વધુ એક દારૂ ભરેલી કારને ઝડપી પાડી છે. સોમવારે પીપળિયા ગામ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થશેની બાતમી મળતાં વાઘોડિયા પોલીસે વોચ ગોઠવી સાંજે 5:30 વાગ્યાના સુમારે શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરી અટકાવી હતી. દારૂની 695 બોટલો મળી અાવી હતી. ~1.71 લાખનો દારૂ, ~3.05 લાખની કાર અને મોબાઇલ સહિત ~5.71 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. કારેલીબાગ તુલસીવાડીના શાહનવાઝ સુન્ની, મરીમાતાના ખાંચામાં રહેતા સોનુ સપકાળની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...