તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઠવા ગામે તળાવમાં ડૂબેલા 3 યુવાનોની અંતિમયાત્રા નીકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુલેમાની ચાલ પાસેની જમીનમાં કબજો જમાવી દેતાં ફરિયાદ

પાણીગેટસુલેમાની ચાલ પાસેની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી ઝૂંપડાં બાંધી દેનાર શખ્સોએ જમીનના કબજેદારને ધમકી આપી તેમના છોકરાને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ઘટના અંગે જમીનના કબજેદારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પાણીગેટ પોલીસે રાયટિંગનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

સુરત નાનપુરાના ગાંધીબાગ પાસે રહેતા આરીફ ગનીભાઇ વ્હોરાની કબજા ભોગવટાની જમીન સુલેમાન ચાલ પાસે આવેલી છે. વાઘોડિયા રોડ પુષ્ટિ સ્મૃતિ કોમ્પ્લેક્ષમાં રહેતા શેખ સાદીક અબ્લુલ લતીફ, આજવા રોડ મેમણ કોલોનીનો શેખ નજીક ડીસવાલા,સોમા તળાવ વુડાના મકાનનો કાદર ઉસ્માન કુરેશી ઉર્ફે કાદર ખાટકી,કપુરાઇ ચોકડી વુડાના મકાનના ઇનાયત ઉર્ફે ચીકુ હુશેન મનસુરી, કુરેશી જમાતખાના પાછળ રહેતો કુરેશી મકબુલ, આજવા રોડ ધનાની પાર્કનો શેખ અબ્દુલ રઝ્ઝાક અબ્દુલ કરીમ, સોમાતળાવ વુડાના મકાનનો મુનીરશાં ગુલામશાં દિવાન, ઇમ્તિયાઝ અજિત ગોયલ, હાસન નિઝામ મનસુરી તેમજ આજવા રોડ ધનાની પાર્કનો આસીફ અબ્દુલકાદર કુરેશી ઉર્ફે રાજુ ટેમ્પોએ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી ઝૂંપડાં બાંધી મિલકત પડાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જમીનના કબજેદાર આરીફ વ્હોરાએ જમીન પર કબજો નહિ કરવા જણાવતાં ટોળકીએે ધમકી આપી હતી. ઘટના અંગે જમીનના કબજેદારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે 10 શખ્સો સામે રાયટિંગનો ગુનો નોંધી તેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

થોડી વાર બાદ ચોથી અર્થી ઉઠી

ભાથુજીનગરમાંજમાઇના ઘરે બહારગામથી રહેવા આવેલા સાસુનું આજે સવારે કુદરતી મોત થયું હતું. જેમની સ્મશાન યાત્રા પણ ભાથુજીનગરમાંથી બપોરે કાઢવામાં આવી હતી.ત

ભાથુજીનગરના ત્રણ યુવાનોની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી.

ત્રણેયના ગાજરાવાડી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

ચેલાવાડા ખાતે દર્શન કરવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી

કબજેદારને ધમકી આપનાર 10 જણાં સામે પોલીસે રાયટિંગનો ગુનો દાખલ કર્યો

અન્ય સમાચારો પણ છે...