તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • ‘હું સોસાયટીનો દાદો છું’ તેમ જણાવી અશ્લીલ હરકતો કરનાર સામે ફરિયાદ

‘હું સોસાયટીનો દાદો છું’ તેમ જણાવી અશ્લીલ હરકતો કરનાર સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયારોડની ગિરીરાજ સો.માં પોતાના મકાનમાં હોટેલ માટે ભાડે આપનાર શખ્સે પાર્કીંગ બાબતે બોલાચાલીની અદાવતમાં પાડોશી સાથે ઝઘડો કરી હું દાદો છું થાય તે કરી લે તેમ જણાવી અશ્લીલ હરકતો કર્યાની ફરિયાદ થઇ હતી.

બાપોદ પોલીસ સ્ટેશનમાં મામલે ધવલ શાહ (રહે, ગિરીરાજ સોસાટી, વાઘોડિયા રોડ) સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયંુ હતું કે ધવલે પોતાના મકાનનો નીચેનો ભાગ ભાડે આપ્યો છે અને તેમાં હોટેલ ચાલે છે. હોટેલમાં આવતા ગ્રાહકો પોતાના વાહનો પાડોશીના ઘર પાસે પાર્ક કરતા હોવાથી પાડોશીએ ધવલને જણાવતા ધવલે બે-ત્રણ વાર ઝઘડો કર્યો હતો. ઝઘડાની અદાવત રાખી ધવલે આવી હું સોસા.નો દાદો છું અને થાય તે કરી લે તેમ જણાવીને અશ્લીલ હરકતો કરી અપમાન કર્યુ હતું.

વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં અદાવતમાં બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...