• Gujarati News
  • પિતાની જાણ બહાર બેન્કમાંથી રૂપિયા ઉપાડતા પગલું ભર્યુ

પિતાની જાણ બહાર બેન્કમાંથી રૂપિયા ઉપાડતા પગલું ભર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાની જાણ બહાર બેન્કમાંથી રૂપિયા ઉપાડતા પગલું ભર્યુ

બેભાન પડેલા યુવકને તુરંત સારવાર માટે સયાજીમાં ખસેડાયો

નિવૃત્ત એ.એસ.આઈના પુત્રએ પોલીસ મથક પાસે આપઘાતનો પ્રયાસ કર્યો



ગોરવાનાનિવૃત્ત એ.એસ.આઈના પુત્રએ શનિવારે બપોરે સિટી પોલીસ મથક પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસરથી ફૂટપાથ પર બેભાન પડેલા યુવકને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ તપાસમાં તેણે પિતાની જાણ બહાર બેન્કમાંથી રૂપિયા ઉપાડી લેતાં પિતાએ પરત ભરી દેવા ઠપકો આપ્યો હોવાને કારણે ગભરાઈને અંતિમપગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ સ્ત્રોના જણાવ્યા અનુસાર વાઘોડિયાની નિલામ્બર સોસાયટીમાં રહેતો 28 વર્ષીય ભારતસિંહ ખુમાનસિંહ પરમાર અકોટાખાતેની ખાનગી ફાયનાન્સની ઓફીસમાં નોકરી કરે છે. તેના પિતા ગોરવા પોલીસ મથકે એ.એસ.આઈ તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત જીવન ગાળે છે. તેમને નિવૃત્તિ દરમ્યાન રૂપિયા મળ્યા હોઈ બેન્કમાં રૂપિયા રાખ્યા હતા. ભારતસિંહે બેન્કમાંથી રૂપિયા 60હજાર તેમની જાણ બહાર ઉપાડી લીધા હતા. જે સંદર્ભે ખુમાનસિંહે સિટી પોલીસ મથક પાસે તેને રૂપિયા પરત ભરી દે નહીં તો કાર્યવાહી કરીશ તેવો ઠપકો આપ્યો હતો. તેને પોતાની પોલ ખુલી ગઈ હોઈ તથા પરત રૂપિયા કેવી રીતે ભરવા તેની ચિંતામાં પોલીસ મથક પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. તેને સયાજી હોસ્પિટલમાં તુરંત સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. બનાવને પગલે સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.