સુમનદીપના સંચાલક સામે લાંચ કેસ બાદ વધુ એક કેસનો ગાળિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનસુખ સામે 10.86 લાખની ઠગાઇનો વધુ એક ગુનો દાખલ

વર્ષ 2011માં બનેલી ઘટના અંગે એસીબીના વિશેષ નિયામકની કચેરીમાં ફરિયાદ કર્યા બાદ તપાસના અંતે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર, રજિસ્ટ્રાર અને 2 પીએ સહિત 5 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.મનસુખ શાહ હાલ અમદાવાદ જેલમાં છે.

જામનગરના ફલ્લાના વેપારી પ્રકાશ વશરામ લૈયા આહિરના નાના ભાઇ રાહુલે વર્ષ 2011માં ધો. 12 સાયન્સ પાસ કર્યું હતું. વેપારી અને તેનો મિત્ર રાજુ મકવાણા પીપળિયાની સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન મનસુખ શાહ અને પ્રજ્ઞેશભાઇને મળતા રૂા. 10.86 લાખ રોકડા અને ડોક્યુમેન્ટ આપો એટલે એમબીબીએસમાં એડમિશન થઇ જશે તેવી ખાતરી આપી હતી. સરકારી કોલેજમાં અેડમિશન મળી જાય તો રૂપિયા પરત આપી દેવાની વાત કરી હતી. સમયે ઓફિસમાં મનસુખ શાહ, દીક્ષિત શાહ અને પ્રજ્ઞેશભાઇ પણ હતા. ત્યારબાદ 18 જુલાઇએ રાહુલને કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યા બાદ નાણા પરત કર્યા હતા.

રૂા. 10.86 લાખ લીધા બાદ 86 હજારની પાવતી આપી હતી. આટલી મોટી કોલેજ ચલાવીએ છીએ, વિશ્વાસ રાખવો પડશે, રસીદ પ્રમાણે 86 હજારનો ચેક ટપાલથી મળી જશે તેમ કહ્યું હતું.

દીક્ષિત શાહ

યુનિ.નોલેટર લઇ વેપારી મનસુખ શાહની ઓફિસમાં ગયા તો તેઓ ત્યાં હતા. રૂા. 10 લાખની પાવતી નહિ આપવા કહી વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. રૂપિયા આપ્યા અને પરત લેવા ગયા ત્યારે બંને સમયે તેઓ ઓફિસમાં હાજર હતા.

જામનગરના રહીશની પિતા-પુત્ર સહિત 5 સામે ફરિયાદ

પ્રજ્ઞેશભાઇ (પીએ)

વેપારીમિત્રને લઇ સુમનદીપ વિદ્યાપીઠમાં ગયા ત્યારે ચેરમેન મનસુખ સાથે તેઓ મળ્યા હતા. એમ.બી.બી.અેસમાં ઓછી જગ્યા હોવાનું કહ્યું હતું. રૂપિયા પરત લેવા વેપારીને ઓફિસમાં લઇ ગયો.

વિપુલ પંડ્યા (પીએ)

27જૂન અને 18 જુલાઇએ મનસુખ શાહની ઓફિસ બહાર આવી વેપારી પાસેનો મોબાઇલ અને સામાન બહાર મૂકાવી મિત્રને પણ બહાર બેસાડી રાખી મનસુખની ઓફિસમાં લઇ ગયો.

મનસુખ શાહ

એમ.બી.બી.એસનાપ્રવેશ માટે રૂા. 10.86 લાખની માગણી કરી હતી. રસીદ માટે એન.એન. શાહ પાસે મોકલ્યા. બીજે એડમિશન મળશે તો રૂપિયા પરત આપવા ખાતરી આપી. રૂપિયા પરત માગતાં સિક્યુરિટી પાસે ઉડાવી દેવાની ધમકી આપી.

અન્ય સમાચારો પણ છે...