તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂટલેગર નાગદાનની પત્ની, પુત્ર ભૂગર્ભમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીગોલ્ડન ચોકડી પાસે શુક્રવારે રાત્રે હોટેલમાં જમવા આવેલા ગોંડલના કુખ્યાત બૂટલેગર નાગદાન ગઢવીને પકડવા ગયેલા સ્ટેટ મોનિટરિંગ સેલના 2 પોલીસ કર્મી પર હુમલો કરી નાગદાનને છોડાવવાનો પ્રયાસ કરનાર નાગદાનની પત્ની અને પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે બંનેને ઝડપી લેવા તેમના આશ્રય સ્થાનો પર છાપા માર્યા હતા પણ બંને મળી આવ્યા હતા.

શહેરના ગોલ્ડન ચોકડી પાસે ગોંડલનો કુખ્યાત વોન્ટેડ બૂટલેગર નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી)ને પકડવા ગયેલા 2 પોલીસ કર્મી સાથે ચારથી પાંચ શખ્સોએ ઝપાઝપી કરી હતી અને નાગદાનના પુત્ર કુલદિપે બંને પોલીસ કર્મીને પથ્થર મારી ઇજા પહોંચાડી હતી, જયારે તેની પત્ની સરીતાએ નાગદાનને કારમાં બેસાડી ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો . પોલીસે મામલે નાગદાન અને કુલદિપના ત્રણ મિત્રો શુભમ દિપક વિશ્વાસ તથા સુમિત દિપક વિશ્વાસ (બંને રહે, સંત વિહાર સોસા, ભાયલી વાસણા રોડ) તથા યશ દિપક રાજપૂત (રહે, ભક્તિ ફ્લેટ, ઉમા ચાર રસ્તા વાઘોડિયા રોડ)ને ઝડપી લીધા હતા.પોલીસે ફરાર થઇ ગયેલી સરીતા અને કુલદિપને શોધવાના પ્રયાસ શરુ કર્યા છે પણ તે મળી આવ્યા હતા.જો કે સંબંધમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...