તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ, ચાણસ્મામાં IT દરોડા ~20 કરોડની કરચોરી પકડાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલના સર્વેયર હરીશ વણઝારા પાસેથી ~6.80 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

બાબુઓ પર ACBના રાજ્યવ્યાપી દરોડા

વર્ગ-1, 2 અને 3 મળી કુલ 11 સામે અપ્રમાણસર મિલકતના ગુના નોંધ્યા

આવકવેરાવિભાગે, પાટણ, ચાણસ્મા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક શહેરોમાં તબીબો સહિત અન્ય વ્યવસાયીઓ પર સર્ચ અને દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. જ્યારે શહેરમાં સાયન્સ સિટી રોડ પર આવેલ એક બિલ્ડર અને બે ડોક્ટરો પર સર્ચ અને દરોડામાં રૂ.20 કરોડની કરચોરી પકડાઈ છે. સી.જી. રોડ પર આવેલ એક શો રૂમમાં પણ આઈ.ટી. વિભાગે સર્ચ હાથ ધરી છે. સર્વે અને દરોડામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.

ઉત્તર ગુજરાતના પાટણ, ચાણસ્મા, મહેસાણા સહિત કેટલાંક શહેરોમાં તબીબો, બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, સહિતના વ્યવસાયીઓના ધંધાકીય સ્થળે, ઓફિસે આવકવેરા વિભાગે સર્ચ, સર્વે અને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સાયન્સ સિટી રોડ પર ઓફિસ ધરાવતા સુદર્શન બિલ્ડર્સ અને અખબારનગર તેમજ આર.ટી.ઓ. ખાતે હોસ્પિટલ- ક્લિનિક ધરાવતા બે તબીબ આવકવેરાની ઝપટમાં આવી ગયા છે.

અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર ઓફિસ ધરાવતા અને એસ. જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ સહિત લગભગ 8 જેટલી જુદી જુદી જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઈટ ધરાવતા સુદર્શન બિલ્ડર ગ્રૂપ પર આવકવેરા અધિકારીઓએ ગુરુવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પ્રાથમિક અંદાજ મુજબ રૂ.13 કરોડ, 50 લાખની કરચોરી પકડાઈ છે. બિલ્ડર ગ્રૂપના ભાગીદારો તેમજ બિલ્ડર સાથે વ્યવહારો કરતા જમીન માલિકો અને દલાલો સુધી પણ સર્ચનો રેલો પહોંચે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો