તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • ITના 40 ઓફિસરોની ટીમે બિલ્ડર ગ્રૂપની આઠથી વધુ સાઇટોની ઓફિસ પર સરવે કર્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITના 40 ઓફિસરોની ટીમે બિલ્ડર ગ્રૂપની આઠથી વધુ સાઇટોની ઓફિસ પર સરવે કર્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધેશ્વર ગ્રૂપ પાસેથી ~20.50 કરોડનું કાળું નાણું મળ્યું

ફ્લેટ-ડુપ્લેકસના બુકિંગના 20-40 ટકા રકમ ઓન મની તરીકે લઇ હિસાબોમાં દર્શાવ્યા હોવાનું ખૂલ્યું

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વડોદરાઇન્કમટેક્સ વિભાગની ટીમે ગઇકાલે શહેરના કલાલી, હરણી, ન્યૂ કારેલીબાગ-સયાજીપુરા તથા વાઘોડિયા-ડભોઇ રિંગ પર સિદ્ઘે્ેશ્વર હાર્મની, હોમ્સ, હેવન, હેરિટેજ, હાર્બર અને હાઇટ્સથી વધુ વિવિધ ફ્લેટ-ડુપ્લેક્સની ઓફિસ પર હાથ ધરેલા સરવેમાં ~20.50 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. તો બીજી બાજુ એક બિલ્ડર પાસેથી ‌~20.50 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાતાં શહેરના અન્ય બિલ્ડર ગ્રૂપમાં પણ સરવે-સર્ચની થનારી કામગીરીને લઇને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આવકનો લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વડોદરા ઇન્કમટેક્સ વિભાગે શહેરના કલાલી, ન્યૂ કારેલીબાગ-વીઆઇપીરોડ, હરણી, વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર સિદ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપના નામથી સિદ્ધેશ્વર હાર્મની, હબ, હોમ્સ, હાઇટ્સ, હેવન, હેરિટેજ, હેલિરિયસ અને હાર્બર જેવી આઠથી વધુ લકઝુરિયસ ફ્લેટ-ડુપ્લેક્સની સાઇટની ઓફિસ પર 40 ઓફિસરોની ટીમ ઉતારીને સરવેની કામગીરી હાથ ધરી હતી.

બે દિવસ સુધી સતત ઓફિસરોએ હિસાબી ચોપડા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરીને રૂપિયા 20.50 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. બિલ્ડરને ત્યાંથી રૂપિયા 20.50 કરોડનું બેનામી કાળું નાણું ઝડપાતાં શહેરની અન્ય બિલ્ડર લોબીમાં પણ ભારે ખળભળાટ મચી ગયો હતો. સિદ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપે પાસેથી રૂપિયા 20.50 કરોડનું કાળું નાણું ઝડપાયા બાદ આઇટીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સિદ્ધેશ્વર ગ્રૂપ બુકિંગ રકમ અને ફ્લેટ-ડુપ્લેકસને ખરીદતી વખતે 20-40 ટકા રકમ ઓન મની તરીકે લીધી હતી. જેની રકમ તેમણે હિસાબમાં દર્શાવી નહોતી અને બાબત વાંધાજનક દસ્તાવેજોમાંથી બહાર આવી છે. ચાલુ વર્ષની આવક હોઇ પેનલ્ટી લાગી નથી. પરંતુ બિલ્ડરે 30.09 ટકા ટેક્સ ભરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો