તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબલીપુરાની રીયા 8 વર્ષ બાદ બોલતી-સાંભળતી થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લાના આંબલીપુરા ગામની જન્મથી મૂકબધીર એવી 8 વર્ષીય રીયાનું શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સરકારી ખર્ચે વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું છે. પરિણામેે રીયાને જન્મ બાદ પહેલી વખત વાચા ફૂટવા ઉપરાંત શ્રવણશક્તિ મળતાં પરિવારજનો માટે ખુશીનો માહોલ છવાયો છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા આંબલીપુરા ગામમાં છૂટક ધંધો-રોજાગર કરીને પેટિયું રળતા ધર્મેન્દ્રભાઇ કનોજિયાની 8 વર્ષની દીકરી રીયા જન્મથી બહેરી-મૂંગી જિંદગી જીવતી હતી.

રીયાનાં માતા-પિતા ખૂબ સામાન્ય આર્થિક સ્થિતિનાં હોઇ દીકરી માટે ખાનગી હોસ્પિટલમાં ખર્ચાળ ઓપરેશન કરાવવું અશક્ય હતું. જો કે, દીકરીને અભ્યાસ માટે ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર પ્રેરિત શાળા આરોગ્ય કાર્યક્રમ જાણે રીયાની વ્હારે આવ્યો હોવાનો ઘાટ સર્જાયો. ધો.3 માં અભ્યાસ કરતી રીયા જન્મથી મૂકબધીર હોવાનું શાળા મારફત આરોગ્ય તપાસણી વેળા સરકારી આરોગ્ય વિભાગના ધ્યાને આવતાં રીયાના કોકલીયર ઇમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા વિનામૂલ્યે કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે અંતર્ગત 20 દિવસ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીયાની કોકલીયર ઇમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. જેના પગલે જન્મજાત મૂકબધીર રીયાને વાચા ફૂટવાની સાથે સાંભળવાની શક્તિ મળી છે.

રીયાના પિતા ધર્મેન્દ્ર કનોજિયાએ જણાવ્યું હતું કે, રીયા બોલતી-સાંભળતી થાય તે માટે ખાનગી હોસ્પિટલમાં સારવારની તપાસ કરાવી હતી. ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂા.15 લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવાતાં અમે નિ:સહાય બની ગયાં હતાં. કારણ કે, અમારા જેવા સામાન્ય પરિવારને ખર્ચ પોષાય તેમ નહોતો. રાજ્ય સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ રીયાની મોંઘી સારવાર વિનામમૂલ્યે કરાઇ છે. જે અમારા જેવા પરિવાર માટે સરકારની યોજના આશીર્વાદરૂપ બની છે.

ખાનગી હોસ્પિ.માં ~15 લાખનો ખર્ચ કહ્યો હતો

જન્મથી મૂકબધિર રીયાનું સરકારી ખર્ચે મફત ઓપરેશન

રીયા કનોજિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો