તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારી પાસેથી ~9,000ની લાંચ લેતાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાસેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગનો સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણ સ્ક્રેપના વેપારી પાસેથી રૂા.9 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એસીબીએ રાકેશ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

વડોદરા એસીબીના મદદનીશ નિયામક પી.આર. ગેલોટે જણાવ્યું હતું કે, વડોદરામાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા લક્ષ્મણભાઇ ખત્રીને વાઘોડિયા ખાતે આવેલી સુઝલોન કંપનીમાંથી 190 ટન સ્ક્રેપ બહાર કાઢવાનો હતો. સ્ક્રેપ બહાર કાઢવા માટે તેમને સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગમાંથી એન.ઓ.સી. લેવાની હતી.સ્ક્રેપના વેપારી લક્ષ્મણભાઇ ખત્રીએ એન.ઓ.સી. મેળવવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્મટ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જયંતિભાઇ ચૌહાણ (રહે. શ્રીનાથજી ડુપ્લેક્ષ, ફતેગંજ, વડોદરા)નો સંપર્ક કર્યો હતો. વર્ગ-2ના અધિકારી રાકેશ ચૌહાણે સ્ક્રેપના વેપારી પાસે એન.ઓ.સી. માટે રૂા.9 હજાર લાંચની માંગણી કરી હતી. સ્ક્રેપના વેપારી લક્ષ્મણભાઇ ખત્રીએ પોતાનો સ્ક્રેપનો માલ બહાર કાઢવા માટે એન.ઓ.સી. લેવા માટે સુપ્રિટેન્ડન્ટને રૂા.9 હજાર આપવાની તૈયારી બતાવીને એસીબીનો પણ સંપર્ક કર્યો હતો.એસીબીએ વેપારીની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું.

દરમિયાન સ્ક્રેપના વેપારીએ આજે બપોરે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણને વાઘોડિયા ખાતે આવેલી સુઝલોન કંપની ખાતે લાંચની રૂા.9 હજાર રકમ લેવા માટે બોલાવ્યા હતા. કંપની ઉપર લાંચની રકમ લેવા માટે આવી પહોંચેલા સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણે સ્ક્રેપના વેપારી લક્ષ્મણભાઇ ખત્રી પાસેથી રૂા.9 હજાર લાંચની રકમ સ્વીકારતાં વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેઓને લાંચની રકમ સાથે દબોચી લીધા હતા.

એસીબીએ રાકેશ ચૌહાણ સામે ગુનોં નોંધીને તપાસ શરુ કરી હતી.લાંચ લેતા ઝડપાયેલો સુપ્રિટેન્ડન્ટ ભરૂચનો વતની હોવાથી વડોદરા એસીબી દ્વારા ભરૂચ ખાતેના નિવાસ સ્થાને પણ તપાસ શરૂ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.

અિધકારીએ ભંગારના વેપારી પાસે NOC માટે લાંચની માંગણી કરી હતી

સુઝલોન કંપની ખાતેે લાંચની રકમ લઇને આવવા જણાવ્યું

સ્ક્રેપનાવેપારી પાસેથી 9000 રુપીયાની લાંચ માંગ્યા બાદ સુપરિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણે સુઝલોન કંપની ખાતે આવેલ પોતાની ઓફિસમાં વેપારીને લાંચની રકમ લઇને આવવા જણાવ્યું હતું. સ્ક્રેપના વેપારીએ અંગે એસીબીને જાણ કરતાં એસીબી પી.આઇ જી.ડી.પલસાણાએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. રાકેશ ચૌહાણે જેવી લાંચની રકમ સ્વીકારી કે તુરત એસીબીએ તેની ઓફિસમાં લાંચ લેતા ઝડપી લીધો હતો. રાકેશ એસીબીની ટ્રેપથી સ્તબ્ધ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...