• Gujarati News
  • ઠાકર પરિવાર ગરબી એકત્ર કરી પક્ષી માટે માળો બનાવેે છે

ઠાકર પરિવાર ગરબી એકત્ર કરી પક્ષી માટે માળો બનાવેે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનાે ઠાકર પરિવાર દર વર્ષે નવરાત્રીમાં સ્થાપન કરાયેલ માતાજીના ઘટનું નવરાત્રી બાદ વિસર્જન કરાતી વેળાએ ગરબી એકત્ર કરીને પક્ષીઓ માટે માળો તૈયાર કરીને વૃક્ષો પર ટીંગાડે છે. બે વર્ષમાં અંદાજે અઢી હજાર ગરબી શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો પર લગાડી છે.

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર રહેતા પ્રદિપ ઠાકર માન કલ્યાણ પર્યાવરણ અને સુરક્ષા મંડળ નામની એનજીઓ ચલાવે છે તેમણે જળ પ્રદુષણ તથા પક્ષીઓને પાણી અને માળો મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. બે વર્ષથી વડોદરામાં સ્થાયી થયેલા પ્રદિપ ઠાકર શહેરમાં પણ પક્ષીઓને માળો મળે તે માટેનો નવતર અભિગમ શરુ કર્યો હતો. દર વર્ષે ચૈત્રી નવરાત્રી કે પછી આસો નવરાત્ર પછી શ્રદ્ધાળુઓ તળાવ કે નદીમાં ગરબીનું વિસર્જન કરે છે. ગરબી પર સુશોભન માટે લગાવાયેલ કેમિકલના કારણે તળાવમાં રહેતા જળચરને નુકશાન થાય છે અને પાણી પણ પ્રદુષિત થાય છે તેને ધ્યાનમાં રાખીને પ્રદિપભાઇ અને તેમના પરિવારે નવરાત્રી બાદ જેણે પણ પોતાના ઘરમાં ગરબીનું સ્થાપન કર્યુ હોય છે તેવા શ્રદ્ધાળુઓના ઘેર જઇને ગરબી એકત્ર કરે છે. ગરબીને વ્યવસ્થીત સાફ કરીને તેમાં પક્ષીઓ માળો મુકી શકે તે રીતે તૈયાર કરીને વૃક્ષો પર ટીંગાડે છે. પ્રદિપભાઇને તેમના પત્ની સ્મીતાબેન અને પુત્ર ધ્રુવ તથા પુત્રીઓ ઝંખના અને માનસીનો સહકાર કાર્યમાં મળે છે.

}આ પ્રવૃત્તિ સરાહનીય છે.

^પ્રદિપઠક્કરની પ્રવૃત્તીની અમને જાણ થતા અમે પણ સહકાર આપ્યો હતો અને ગરબી દ્વારા પક્ષીઓને માળો મળે તે નવતર પ્રયાસને અમે બિરદાવ્યો હતો. > મનોજશેઠ, ડભોઇવાઘોડીયા રોડ

}ગરબીનો સદ્ઉપયોગ થાય છે

^ગત રવિવારે લાલબાગમાં અંદાજે 200 માટલી માળા માટે વૃક્ષો પર ટીંગાડી હતી. વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધી અઢી હજાર માટલી ટીંગાડી છે. ગરબીનો સદપયોગ થાય તેવાે આશય છે. > પ્રદીપઠાકર, વડોદરા

શહેરનો ઠાકર પરિવાર ગરબીઓ એકત્ર કરીને તેમાં માળો બનાવી વિવિધ િવસ્તારમાં વૃ્ક્ષો પર લગાવે છે.

સરાહનીય પ્રવૃિત્ત