તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબલીપુરા ગામની 8 વર્ષીય રીયાને શ્રવણશક્તિ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લાના આંબલીપુરા ગામની જન્મથી મૂકબધીર એવી 8 વર્ષીય રીયાનું શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સરકારી ખર્ચે વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું છે.

વાઘોડિયા તાલુકામાં આવેલા આંબલીપુરા ગામમાં છૂટક ધંધો-રોજગાર કરીને પેટિયું રળતા ધર્મેન્દ્રભાઇ કનોજિયાની 8 વર્ષની દીકરી રીયા જન્મથી બહેરી-મૂંગી જિંદગી જીવતી હતી. રીયાનાં માતા-પિતા ખૂબ સામાન્ય આર્થિક સ્થિતિનાં હોઇ દીકરી માટે ખાનગી હોસ્પિટલમાં ખર્ચાળ ઓપરેશન કરાવવું અશક્ય હતું. જો કે, દીકરીને અભ્યાસ માટે ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા બાદ સરકાર પ્રેરિત શાળા આરોગ્ય કાર્યક્રમ જાણે રીયાની વ્હારે આવ્યો. શાળા મારફત આરોગ્ય તપાસણી વેળા સરકારી આરોગ્ય વિભાગના ધ્યાને આવતાં રીયાના કોકલીયર ઇમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા કરાવવાની કાર્યવાહી કરાઇ હતી. જે અંતર્ગત 20 દિવસ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીયાની કોકલીયર ઇમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા કરાઇ હતી. જેના પગલે જન્મજાત મૂકબધીર રીયાને વાચા ફૂટવાની સાથે સાંભળવાની શક્તિ મળી છે.

વડોદરા જિલ્લામાં વર્ષ 2015-16 માં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ પ્રાથમિક શાળાનાં 3,14,875 બાળકોના આરોગ્યની ચકાસણી કરાઇ હતી. જે પૈકી બાળ રોગનાં 344, આંખનાં 302, દાંતનાં 222, કાન-નાક-ગળાનાં 67, ચામડીનાં 54 અને અન્ય 63 સહિત 1052 બાળકોને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી. જૈ પૈકી અતિગંભીર રોગથી પીડાતાં હૃદયરોગનાં 36, કેન્સરનાં 3, કિડનીનાં 4 અને કોકલીયર ઇમ્પ્લાન્ટનાં 7 સહિત કુલ-50 બાળકોને વિનામૂલ્યે સુપર સ્પેશિયાલિટી સારવાર અપાઇ છે.

3,14,875 છાત્રોના આરોગ્યની ચકાસણી

રીયાના પિતા ધર્મેન્દ્ર કનોજિયાએ જણાવ્યું હતું કે, રીયા બોલતી-સાંભળતી થાય તે માટે ખાનગી હોસ્પિટલમાં સારવારની તપાસ કરાવી હતી. ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂા.15 લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવાતાં અમે નિ:સહાય બની ગયાં હતાં. કારણ કે, અમારા જેવા સામાન્ય પરિવારને ખર્ચ પોષાય તેમ નહોતો. રાજ્ય સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ રીયાની મોંઘી સારવાર વિનામમૂલ્યે કરાઇ છે. જે અમારા જેવા પરિવાર માટે સરકારની યોજના આશીર્વાદરૂપ બની છે.

ખાનગી હોસ્પિ.માં ~15 લાખનો ખર્ચ કહ્યો હતો

સરકારી ખર્ચે મફત ઓપરેશન થયું

રીયા કનોજિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો