તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદીત જમીનમાં મુનાફનો ગેરકાયદે કબજો કરવા કારસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયારોડ કાન્હા કોમ્પલેક્ષ સામેની કરોડો રુપિયાની ખુલ્લી જમીનમાં સશસ્ત્ર ટોળા દ્ધારા કબજો કરવાના પ્રકરણમાં બિલ્ડર જ્યંતિ પંચાલ અને કાલુ ભરવાડ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અકોટાનો કુખ્યાત મુનાફ અને તેના સાગરિતોએ ગેરકાયદે કબજો જમાવવાનો કારસો કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અલબત્ત, મુનાફે કોનું પ્યાદુ બનીને ગયો હતો તે યક્ષપ્રશ્ન ઉભો થયો છે. મામલે ભીનુ સંકેલી લેવા પ્રયાસો હાથ ધરાયા છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વાઘોડિયા રોડ કાન્હા કોમ્પલેક્ષ સામેની અંદાજિત 20 વિંઘા જમીનમાં કબજો કરવાના મામલે સશસ્ત્ર ટોળા ઉતરી પડતાં ભયનો માહોલ ઉભો થયો હતો. ટોળકી વચ્ચે અથડામણ થાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી 31 શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતાં. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં જમીનના મૂળ માલિક કાલુ ભરવાડે બિલ્ડર જ્યંતિ પંચાલને થોડા વર્ષો પહેલા વેચી હતી. જોકે, બંને વચ્ચે કાર્ટ કાર્યવાહી ચાલી રહી છે.

દરમિયાન કરોડો રૂપિયાની જમીન પર કબજો કરવા માટે નયન ભરવાડ અને મુનાફ શેખ તેમના સાગરિતો સાથે અચાનક ધસી આવ્યા હતાં. બંને કોના ઇશારે કબજો કરવાનો કારસો કર્યો હતો તે અંગે ભીનુ સંકેલવાના પ્રયાસો શરૂ થયા છે. પોલીસ તો કાલુ ભરવાડ અને જ્યંતિ પંચાલ વચ્ચે ડખો ચાલતો હોઇ તેનો લાભ લઇ નયન ભરવાડ અને મુનાફ શેખે ભેગા મળીને જમીન પર ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું રટણ કરી રહી છે.

જોકે, મુનાફને પોલીસ અધિકારી સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર પુત્રે મોકલ્યો હોવાની વિગતો જાણવા મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદિત જમીનના મામલાને રફેદફે કરવા માટે પોલીસે પણ આરોપીઓના રિમાન્ડ માગવાની તસ્દી લીધી હતી.

બિલ્ડર જયંતી પંચાલ અને કાલુ ભરવાડ વચ્ચેનાે વિવાદ

રિમાન્ડ માગી ભીનું સંકેલી લેવા ક્રાઇમ બ્રાન્ચનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...