તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધેડની હત્યાના પ્રયાસમાં 4 વિદ્યાર્થીઓ પકડાઇ ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયારોડ પર 2 મહિના પહેલા આધેડની હત્યાનો પ્રયાસ કરી ભાગી છૂટેલા 4 લબરમુછિયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. મુખ્ય સૂત્રધારને પકડવા ગયેલી પોલીસને જોઇ વિદ્યાર્થી ઘરના ધાબા પર પાણીની ટાંકીમાં છુપાઇ ગયો હતો. આખા ઘરમાં શોધખોળ બાદ નહિ મળેલો વિદ્યાર્થી ટાંકીમાંથી પાણી ઓવરફ્લો થતાં પોલીસની રડારમાં આવી ગયો હતો. પોલીસે તેને અન્ય ત્રણ સાગરિતો મળી 4 વિદ્યાર્થીની ધરપકડ કરી પાણીગેટ પોલીસને હવાલે કર્યા છે.

શહેરના ગંભીર ગુનાઓને ડીટેક્ટ કરવાના પોલીસ કમિશનર ઇ. રાધાકૃષ્ણના આદેશના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકશનમાં આવી ગઇ હતી. દરમિયાન પીઆઇ રાહુલ પટેલને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ વૈકુંઠ -1 આશાપુરા મંદિર પાસે રહેતા નરેન્દ્ર જ્યંતીભાઇ રાજપૂત ગત 5 જાન્યુઆરીએ રાત્રે પોણા અગિયાર વાગે જમીને ચાલવા નીકળ્યા હતા ત્યારે લઘુશંકાના મુદ્દે 4 લબરમુછિયાઓએ ઝઘડો કરી જીવલેણ હુમલો કરતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. હત્યાના પ્રયાસના ગુનામાં ન્યૂ સમા રોડ શાંતિવન સોસાયટીમાં રહેતો ભૂમીન મારુ તેમજ તેના મિત્રોની સંડોવણી છે.

જેના અાધારે પીએસઆઇ ડી.બી. ડાભી સહિતની ટીમે ન્યૂ સમા રોડ સ્થિત ભૂમીનના બંગલામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરના કબાટોથી લઇ ખૂણેખૂણામાં શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો હતો. સમયે અચાનક ધાબા પરની ટાંકીમાંથી પાણી પડવાનો અવાજ આવતાં પોલીસની શંકા ગઇ હતી. પોલીસે ધાબા પર જઇ પાણીની ટાંકીમાં તપાસ કરતાં પાણીમાં સંતાયેલો ભૂમીન રમેશ મારૂ મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં તેના પિતા જિપ્સમનો વ્યવસાય કરે છે.

ટાંકીમાં સંતાયો પણ પાણી ઓવરફ્લો થતાં પકડાયો

અન્ય સમાચારો પણ છે...