Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગંદકી દેખકર કોઇ બુક નહીં કરેગા
શહેરનાઇન્દ્રપુરી અતિથિગૃહની બિસમાર હાલતનો િચતાર ખુદ મ્યુ.કમિશનરે અધિકારીઓના વોટસઅપ ગ્રૂપમાં રજૂ કર્યો હતો અને તેની સાથોસાથ આવી હાલતના અતિથિગૃહને બુક કોણ કરાવે તેવો સવાલ કર્યો હતો.
મ્યુનિ. કમિશનરે સ્વચ્છતાનું નિરીક્ષણ કરવા બનાવેલા ‘સ્વચ્છતા અભિયાન વીએમસી’ના વોટસઅપ ગ્રૂપ પર વાઘોડિયા રોડના ઇન્દ્રપુરી અતિથિગૃહની હાલતનંુ વિવરણ ફોટો સાથે કરતા અધિકારીઓ શિયાવીયા થઇ ગયા હતા. પુરાવારૂપે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે વોટસઅપ ગ્રૂપ માં મૂકેલા ફોટોગ્રાફસ જોઇને અધિકારીઓનુ હજુ રૂવાંડુ ફરકયુ નથી. મ્યુ.કમિશનરે ‘મહિલા ટોયલેટમાં દરવાજા તક નહીં હૈ,ગંદકી દેખકર કોઇ બુક ભી નહીં કરા સકતા.રસોઇ જહાં બનાતે હૈ વહા સિર્ફ ગંદકી હૈ.. તેમ કહીને અધિકારીઓનો ઉધડો લીધો હતો.ડે. કમિશનર અને કાર્યપાલક ઇજનેરને સ્થળ વિઝીટ કરવા સૂચના આપી હતી.
ઇન્દ્રપુરી અતિથિ ગૃહના મુદે કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો હતો.
ઇન્દ્રપુરી અતિથિગૃહની હાલત જોઇ મ્યુ. કમિશનર ભડકયા