• Gujarati News
  • RFOના મોતનું રહસ્ય અકબંધ 10 વ્યક્તિનાં નિવેદન લેવાયાં

RFOના મોતનું રહસ્ય અકબંધ 10 વ્યક્તિનાં નિવેદન લેવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેસવારે નિમેટા ખાતેના નર્સરીની વનકુટીરના બાંકડા પાસે આરએફઓએ પોતાના પર ડિઝલ છાંટી અગ્નીસ્નાન કરી લીધું હતું. જોકે તેમના અંતિમ પગલા પાછળનું કારણ સતત બીજા દિવસે પણ અકબંધ રહ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે ફોરેસ્ટ વિભાગના સહકર્મચારીઓ ઉપરાંત તેમની પત્ની અને અન્ય સ્વજનો મળી 10થી વધુ લોકોના નિવેદન લીધા હતા. જોકે તેમના નિવેદનમાં પણ તેમના આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું હતું.

હરણી એરપોર્ટ પાસેના મારુતિધામ ડુપ્લેક્ષમાં રહેતા ભૂપેન્દ્રભાઈ શાહ વનવિભાગમાં આરએફઓ તરીકે ફરજ બજાવે છે. શનિવારે સવારે ડિઝલ લાવ્યા બાદ નિમેટા ખાતેના હાઈટેક વનકુટીર પાસેના બાંકડા પર બેસી તેઓએ અગ્નિસ્નાન કરી લીધું હતું. 8થી 10 મજૂર અને સ્ટાફના કર્મચારી ચંદ્રિકાબેન ત્યાં દોડી ગયાં હતાં. પાણી તેમજ રેતીની મદદથી આગને બુજાવી હતી. તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ખસેડાયાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. બનાવની તેમના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં ભારે આક્રંદ સાથે ગમગનીનીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ સંદર્ભે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સ્થળે એફએસએલએ તપાસ કરતાં અગ્નીસ્નાન તેમણે જાતે કર્યું હોવાની પ્રાથમિક પ્રુષ્ટી થઈ હતી. બીજી તરફ પોસ્ટ મોર્ટમમાં પણ તેમી સાથે જપાજપી કે કોઈ અન્ય બનાવ બન્યો હોવાની વિગતો મળી આવી હતી અને પોસ્ટ મોર્ટમમાં પણ આપઘાતની પૃષ્ટી થઈ હતી. પોલીસને તેમની કારમાંથી રોકડ ~2.10 લાખ મળી આવ્યા હતા જે કર્મચારીઓના પગારના રૂપિયા હોઈ પોલીસે ખાતાના સંલગ્ન વ્યક્તિને પરત કર્યા હતા. પોલીસે બનાવમાં તેમની પત્ની અને સહકર્મચારીઓ સહીત 10થી વધુના નિવેદન લીધા હતા.

{ કારમાંથી રોકડા ~2.10 લાખ મળ્યા હતા