તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વડોદરા |શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યાના ફરિયાદના ઉકેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યાના ફરિયાદના ઉકેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યાના ફરિયાદના ઉકેલ માટે અઢી કરોડ રૂપિયાના ખર્ચે પાણીની નવી લાઇન નાંખવા માટે મંજૂરી માંગવામાં આવી છે. શહેરમાં હાલમાં રોજનું 4600 લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ, પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ,બાપોદ,ન્યૂ વીઆઇપી રોડ,સરદાર એસ્ટેટ રોડ,ડભોઇ રિંગ રોડ વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે રોજેરોજ વિસ્તારમાં પાણી માટે કાળો કકળાટ થઇ રહ્યો છે અને વોર્ડ ઓફિસમાં રજૂઆતોનો મારો થઇ રહ્યો છે. સમસ્યા અંગે વિસ્તારના રહિશો દ્વારા વારંવાર રજૂ્આતો કરતા આવ્યા છે. જેના પગલે ઘણા લાંબા સમય પછી સમસ્યાના ઉકેલ માટે વર્ષ 2016-17 માટે સેવાસદનના પાણી પુરવઠા વિભાગે કાસ્ટ આયર્ન-ડીઆઇ નળિકા નાંખવા માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં રૂા.2.50 કરોડની ખર્ચ મર્યાદામાં વાર્ષિક ઇજારાથી પાઇપો પૂરી પાડવા માટેના લોએસ્ટ ટેન્ડરને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે. ટેન્ડર મંજૂર કર્યેથી પૂર્વ વિસ્તારમાં લો પ્રેસરની સમસ્યા માટે પાણીની પાઇપો નાંખવામાં આવશે.

પૂર્વમાં પાણીના પ્રેસરની સમસ્યાના ઉકેલ માટે નવી લાઇન નાખશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો