• Gujarati News
  • નર્મદા કેનાલમાં ડૂબેલાં માતા પુત્રી 16 દિવસ બાદ હજુ લાપતા

નર્મદા કેનાલમાં ડૂબેલાં માતા- પુત્રી 16 દિવસ બાદ હજુ લાપતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાનાવેડપુર ગામ પાસે 2 નવેમ્બરે રિક્ષા સાથે નર્મદા કેનાલમાં એક પરિવારના ત્રણ સહિત ચાર જણા ડૂબ્યા હતા. બનાવને 16 દિવસનો ગાળો વીતવા છતાં હજુ સુધી માતા-પુત્રીનો કોઈ પત્તો મળ્યો નથી. બીજી તરફ દિવાળીના દિવસે પુત્ર સાથે ધાર્મિક વિધિ માટે ગયેલા લિન્ડે કંપનીના એન્જિનિયરનો પણ કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે બંને પરિવારનાં લોકો ચિંતાતુર બન્યાં છે.

બોડેલીના રહેવાસી પીયૂષભાઈ બારિયા પરિવાર સાથે રિક્ષા ભાડે કરી ગત 1 નવેમ્બરના રોજ વડોદરા આવી રહ્યા હતા. ત્યારે વેડપુર ગામ પાસે રિક્ષાના ચાલક ગોપાલ વસાવાએ ભેંસ વચ્ચે આવતાં સ્ટિયરિગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમની રિક્ષા એપ્રોચ રોડ પરથી સીધી નર્મદા કેનાલમાં ખાબકી હતી. બનાવમાં પીયૂષ બારિયાનો બચાવ થયો હતો પરંતુ ચાલક ગોપાલ વસાવા અને પીયૂષ બારિયાની પત્ની રીટાબેન અને પુત્રી દૃષ્ટિ ડૂબી ગયાં હતાં. છેલ્લા કેટલાય વખતથી એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંનેમાંથી કોઈનોય પત્તો લાગ્યો નહોતો. દરમ્યાન ગત 8 મી ના રોજ ઘટનાસ્થળેથી એક હજાર ફૂટ દૂરથી ચાલક ગોપાલ વસાવાનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિકોએ તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પરંતુ માતા અને પુત્રીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

રીતે 23 નવેમ્બર, દિવાળીના દિવસે ધાર્મિક વિધિ માટે પુત્ર સાથે ગયેલા સમાના રહેવાસી અને લિન્ડે કંપનીના એન્જિનિયર પ્રશાંત ગઢાને પણ નર્મદા કેનાલમાં પુત્રને બચાવતાં ડૂબ્યા હતા. તેમનો હજુ પત્તો લાગ્યો નથી. ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા સમયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી શોધખોળ પડતી મૂકવામાં આવી છે. જોકે, બંનેનાં ચિંતાતુર પરિવારજનોએ તેમની શોધખોળ પુન: હાથ ધરાય તેવી માગ કરી તેમનો પત્તો મળે તેવી આશા વ્યક્ત કરી છે.