વીરપુરના કુંભારવાડી પાસે કેનાલ સમારકામમાં ગેરરીતિ

DivyaBhaskar News Network

Oct 11, 2018, 04:20 AM IST
Virpur - વીરપુરના કુંભારવાડી પાસે કેનાલ સમારકામમાં ગેરરીતિ
મહીસાગર જિ.ના વીરપુર તા.માંથી પસાર થતી ભાદર કેનાલ કેટલાય વર્ષોથી બિસ્માર હતી. જેને લઈ કેનાલમાં પાણી છોડાતા કેનાલમાં લીકેજ થવાથી ખેડૂતોની જમીન તથા પાણીનો ખૂબ મોટા પાયે વેડફાટ થઈ રહ્યો હતો.

કુંભરવાડી ગામના ખેડૂતો દ્વારા વારંવાર રજુઆત કરવાથી તંત્ર દ્વારા કેનાલનું મરામતનું કામ હાથ ધરાયું હતુ. પરંતુ તંત્ર દ્વારા કરાયેલ કામગીરીમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ તેમજ યોગ્ય ગુણવત્તામાં કામ થતું ન હોવાથી કુંભરવાડીના ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા કામ બંધ કરાવવા હોબાળો મચાવ્યો હતો. તેમજ હલકી ગુણવત્તા તેમજ ઓછી થિકનેસવાળુ કામ થતું હોવાથી તથા ઓછી માત્રામાં સિમેન્ટ વપરાતા કેનાલના કામમાં માત્ર કાંકરા તથા ઘાસ ઉગેલું જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ફક્ત લોકોને દેખાડવા ખાતર કેનાલનું રીપેરીંગ થઈ રહ્યું હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે.

X
Virpur - વીરપુરના કુંભારવાડી પાસે કેનાલ સમારકામમાં ગેરરીતિ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી