Home » Madhya Gujarat » Mahisagar » Virpur » જોધપુર પાસે ધામોદ કેદારેશ્વર મંદિરનો અનોખો મહિમા

જોધપુર પાસે ધામોદ કેદારેશ્વર મંદિરનો અનોખો મહિમા

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:15 AM

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર 3 તાલુકાના ત્રિભેટે આવેલ કેદારેશ્વરમાં પાંડવોએ વસવાટ કર્યો હતો

 • જોધપુર પાસે ધામોદ કેદારેશ્વર મંદિરનો અનોખો મહિમા
  મહીસાગરના વીરપુર, લુણાવાડા તથા અરવલ્લીના બાયડની સરહદે ધોળીડુંગરીથી વીરપુર રોડ પર જોધપુર પાસે કેદારેશ્વર મહાદેવ ડુંગરની હરોળમાં ગીચ જંગલમાં આવેલ છે.જંગલમાં ધામોદ કેદારેશ્વર મંદિર પુરાતત્વ અને રમણીય સ્થળ આવેલ છે. ડુંગર પર ચારે કોર કિલ્લો આવેલ છે આ મંદિરના ઇતિહાશ વિષે લુણાવાડાની ઉત્તરે કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબા વન તરીકે ઓળખાય છે અહીં પાંડવોએ વસવાટ કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે નદીમાં પાંડવોના વસવાટ સમયે ભીમ નાહવા માટે ગયો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સુઈ ગયો હતો જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાયું હતું

  આ ઉપરાંત બીજી એક લોક વાયકા પ્રમાણે લાલીઓ લુહાર શિવભક્ત હતો તેના પર ભગવાન શિવજી પ્રસન્ન થઇ અઢળક સંપત્તિનો ધોધ વર્ષાવ્યો હતો અને તેને પારસમણી મળ્યો હતો જે સરકારને જાણ થતા સરકાર લાલિયા લવારની પાછળ હતી જેથી તેણે પારસમણી ઉંડા ધરામાં નાખી દીધો હતો. લાલીયા લવારે આ મંદિર બનાવ્યું હતું મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલ છે જેમાં અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા આવતા હતા રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી. અત્યારે પણ આ ગુફા જીવંત શીલ હાલતમાં છે .શિવરાત્રી અને જન્માષ્ટમી ના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે.

  વીરપુર જમઝર માતાના ડુંગરમાંથી વાઘની બખોલ ધામોદ કેદારેશ્વર ના ડુંગરોમાં નીકળે છે તેવું લોકો આજે પણ કે છે શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે જયારે મંદિરના પૂજારી રીટાયર્ડ શિક્ષક મનુપ્રસાદ સેવક તેમના પરિવાર સાથે શિવજીની પૂજા કરે છે. પુજારીએ જણાવ્યું હતું કે જોધપુરથી કેદારેશ્વર સુધીનો ડામર રોડ બનાવી આ સ્થળ ને ઐતિહાસિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે.

  ધામોદ કેદારેશ્વર મંદિરનો અનોખો મહિમા.તસ્વીર-જીગર પટેલ

  શ્રાવણના પ્રારંભથી શિવાલયો ગુંજી ઉઠ્યા

  મહીસાગર સહીત સમગ્ર આજથી શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. જીવનને શિવમય બનાવી ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે જ શ્રાવણ માસ. ભોલેનાથની પૂજા અર્ચના અને આરાધના કરી રીઝવવા ભાવિકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહે છે.જળ,દૂધ,પુણ્ય અને બીલીપત્રના અભિષેક તથા પૂજા,અર્ચના,મંત્રજાપ માટે ભાવીભક્તો જિલ્લાના શિવાલયોમાં કતારો લગાવી હર હર મહાદેવ અને ૐ નમઃશિવાયનો નાદ ગુંજી ઉઠશે. જિલ્લાના નામી-અનામી શિવાલયોમાં નાના-મોટા સૌ ભક્તો પૂજા અર્ચના માટે આતુર બન્યા છે. આપણી સહંકૃતિમાં વિક્રમ સંવતના દરેક માસનું મહાત્મીય કંઈક અનેરૂ જ જોવા મળે છે. જયારે શ્રાવણ માસ એટલે શિવપૂજા ઉપાસના માટેનો શ્રેષ્ઠ માસ કહેવાય છે. શ્રાવણ માસની મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ