વિરમગામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ
બરવાળા
વિરમગામમાં માંડલ માર્ગ પર આવેલા સિદ્ધનાથ મહાદેવના પરિસર મેળાનું આયોજન કરાયું છે. મેળામાં દરેક વસ્તુના ભાવ રિટેઇલ પ્રાઇઝ કરતા વધારે લેવામાં આવ્યા હોવાની લોકો દ્વારા ફરીયાદો ઊઠવા પામી છે. પાંચમથી આઠમ સુધી ચાર દિવસ સુધી આયોજિત મેળામાં આશરે એક લાખથી વધુ માનવ મહેરામણ ઉમટયુ હતું. આમ છતા મેળામાં પ્રાથમિક સુવિધાના નામે મીંડુ જોવા મળ્યુ હતુ. મેળામાં સીસીટીવી કેમેરા, ફાયર સેફટી, પાર્કિંગ, મેડિકલ સહિતની સુવિધાઓ મૂકવામાં આવી ન હતી. છતાં વિરમગામના મેળામાં કોઇ અધિકારી, કર્મચારીઓ ફરકયા જ નહતા. જેના પરિણામે અહીં ઉઘાડી લૂંટ ચાલી હતી. વિરમગામ મામલતદાર ખ્યાતિબહેન પટેલના જણાવ્યાં મુજબ આ અંગે અમને કોઇ ફરિયાદ મળી નથી. જો મળશે તો કાર્યવાહી કરાશે. બરવાળા શહેરમાં સૌ પ્રથમવાર સાતમ-આઠમના તહેવારને અનુલ ાી આનંદ મેળાનું બરવાળા ન.પા. પ્રમુખ કમલેશ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ બાબભા ચુડાસમા અને જગદીશભાઇ ચાવડા વિરોધ પ ા નેતા ન.પા. બરવાળા દ્વારા આયોજન કરાયુ હતું. શહેરીજનો અને આજુબાજુના ગામડાના લોકોને આનંદમેળાનું સૌ પ્રથમવાર આયોજન કરતા શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. - તસવીર : રાજુ શર્મા/કેતનસિંહ પરમાર
બરવાળા-વિરમગામમાં આનંદ મેળો યોજાયો