તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલના વિઠ્ઠલાપુરમાં છડેચોક ધમધમતા દેશી દારૂનાં અડ્ડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલતાલુકામાં ઓટો ઉદ્યોગના આગમન પછી પણ વિઠ્ઠલાપુર અને આજુબાજુના ગામોમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને દેશી દારૂના બંધાણીઓ રાજપાટમાં આવી દેશી દારૂ પી જાહેરમાં માર્ગો પર ગમે ત્યાં આરામ ફરમાવતા હોઈ મહિલાઓને ભયની લાગણી અનુભવતી હોય છે.

શનિવારે સાંજે ડઢાણા ગામથી વિંછણ તરફ જતા રસ્તા પર ઉકરડામાં દેશી દારૂ ઢેચી એક શખ્સ આરામ ફરમાવી રહ્યો છે. જે શખ્સ જાહેર રોડ ઉપર કોઈપણ પસાર થતા વાહનની અડફેટે ‌આવી શકે છે. જ્યારે બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે વિઠ્ઠલાપુર પોલીસ મથક વિસ્તારના ઘણાં ગામોમાં દેશી દારૂના અડ્ડા ધમધમે છે અને અવાર નવાર રસ્તાઓ ઉપર દારૂ પીને આરામ ફરમાવી લે છે, ત્યારે જિલ્લા પોલીસ વડા સુરતવાળી થાય તે પૂર્વે કડક કાર્યવાહી કરે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

વિઠ્ઠલાપુર વિસ્તારમાં સ્થાનિક રહેમનજર તળે દેશી દારૂનો વેપલો થતો હોઈ રાજાપાઠમાં દારૂડિયા માર્ગો પર આરામ ફરમાવી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...