તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • ક્યાંક ઉમેદવારને મેન્ડેટ મળ્યાં તો ક્યાંક મળતાં અપક્ષ ઉમેદવારીને કારણે રાજકીય ગરમાવો

ક્યાંક ઉમેદવારને મેન્ડેટ મળ્યાં તો ક્યાંક મળતાં અપક્ષ ઉમેદવારીને કારણે રાજકીય ગરમાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંતિમ દિવસે બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વિરમગામ/ ભાજપમાંથી ડો. તેજશ્રીબેન પટેલ અને કોંગ્રેસમાંથી લાખાભાઈ ભરવાડ

દસ્ક્રોઇ / દસ્ક્રોઇ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવારે નામાંકન દાખલ કર્યું

ધંધૂકા / યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાળસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ધંધુકા બેઠક માટે બંને પક્ષ અને અપક્ષોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

દસ્ક્રોઇ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થતા ફોર્મ ભર્યું હતું.

વિરમગામ બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ભર્યું હતું.

વિરમગામ | વિધાનસભા સીટની ચૂંટણી આગામી તારીખ 14 ડિસેમ્બરે યોજાનાર છે, અને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 27 નવેમ્બરને સોમવાર હતો, ત્યારે રસાકસી ભરી વિરમગામની સીટ માટે ભાજપ અને કોંગ્રેસ હાઇકમાન્ડ 27મીની સવાર સુધી ઉમેદવાર બાબતે સસ્પેન્સ રાખેલ હતું ત્યારે ભાજપમાંથી ડો. તેજશ્રીબેન પટેલનું નામ મેન્ડેટ સાથે જાહેર થતા ટાવર ચોકથી સેકડો સમર્થકો, કાર્યકરો અને ઢોલ નગારા સાથે સરઘસ કાઢી ફોર્મ ભરવા નીકળતા ઠેરઠેર તેમનું ફુલહારથી સ્વાગત થયેલ, 12.30 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરેલ. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી ધ્રુવભાઈ જાદવ કાર્યકરો અને સમર્થકો સાથે પ્રાંત ઓફિસે આવી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે મેન્ડેટ પછીથી રજૂ કરવાનું જણાવ્યું હતું. ત્યારે માત્ર અડધો કલાકના ગાળામાં કોંગ્રેસ હાઇકમાન્ડે લાખાભાઈ ભરવાડને વિરમગામ સીટ માટે મેન્ડેટ આપ્યો હતો.

દસ્ક્રોઇ | ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ 14 ડીસેમ્બરે યોજવાની છે ત્યારે દસ્ક્રોઇ વિધાનસભા સીટ ઉપરથી અંતે કોગ્રેસે ભાજપના બાબુભાઇ પટેલ સામે પાટીદાર ઉમેદવાર પંકજભાઇ સી પટેલને ઉમેદવાર જાહેર કરતા પંકજભાઇ પટેલે ફોર્મ ભર્યુ છે. દસક્રોઇ વિધાનસભા સીટ ઉપર બિજા તબક્કામા ચુટણી યોજાવાની છે જેમા ૨૨ નવેમ્બરથી ફોર્મ ભરવાનુ શરૂ થઇ ગયેલ પ્રથમ દિવસે ભાજ્પ ના ઉમેદવાર બાબુભાઇ પટેલે ઉમેદવારી નોધાવેલ પણ નજીકના હરીફ કોગ્રેસ દ્વારા અંતીમ દિવસ સુધી ઉમેદવાર નક્કી નહોતો કરાયો અને દસક્રોઇ સીટ મા તે ચર્ચાનો વીષય બનેલ પણ કોગ્રેસ ના ઉમેદવાર પંકજભાઇ પટેલે અંતીમ દિવસે ફોર્મ ભરતા ઉમેદવાર મુદે ચર્ચાનો અંત આવેલ છે .પાટીદાર સામે પાટીદાર ઉમેદવારને ઉતારી અનામત ના નામે પાટીદારોના મતો મેળવવાની આશાએ પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યો લાગે છે.

ધંધૂકા | ધંધૂકા વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27ના રોજ ધંધૂકા પ્રાંત ઓફીસ ખાતે ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભાજપ તરફથી ઉમેદવાર તરીકે કાળુભાઇ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ઉમેદવારી પત્ર ભરતી વખતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધૂકા વિસ્તારના ધારાસભ્ય લાલજીભાઇ મેર ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં ભાજપ ચુંટણી કાર્યાલયનો પ્રારંભ થયો હતો. જયારે કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે રાજેશભાઇ એચ. ગોહીલ (એડવોકેટ) ઉમેદવારી પત્ર ભર્યુ હતું. વખતે પુર્વ ધારાસભ્ય રણછોડભાઇ મેર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપસંગભાઇ ઉપસ્થિત રહ્યા હતા. ચુંટણી અધિકારી (પ્રાંત ઓફીસર) ભગલાણીએ ઉમેદવારી પત્રો સ્વીકાર્યા હતા. જ્યારે િલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાળસિંહ જે. ચુડાસમાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...