તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાં મુદ્રા કેપિટલના આયોજકો લોકો પાસેથી નાણાં લઇ ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામશહેરમાં આવેલા પી.એમ.પ્લાઝામાં મુદ્રા કેપીટલ નામથી ઓફિસ ખોલી લોકોને સરળ લોન અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી રૂ.350 ઉઘરાવી કરોડો રૂપિયાનો ચુનો ચોંપડી ઓફિસને તાળા મારી ફરાર થતાં ચકચાર મચી છે.આ અંગે છેતરાયેલા લોકોએ પોલીસમાં રજૂઆત કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વિરમગામ શહેરમાં માંડલ રોડ ઉપર આવેલ પી. એમ. પ્લાઝામાં 212 નંબરની દુકાનમાં મુદ્રા કેપિટલના નામે ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પર્સનલ લોન, સરળ લોન પ્રોસેસ, સરળ પેપર વર્ક, સરળ હપ્તા, આવકના પુરાવા વગર જેવી લોભામણી જાહેરાતો સાથે મહિલાઓને માત્ર 1 ટકા વ્યાજે અને પુરુષોને 1.5 ટકા વ્યાજે રૂ. 10000થી 50000 સુધીની લોન આપવાનું કહી વિરમગામની ગરીબ મહિલાઓ, શ્રમજીવીઓ વગેરે પાસેથી રૂ. 350 રોકડ સહિત જરૂરી ડોક્યુમેન્ટ્સ આધારકાર્ડ સહિત કોરા ફોર્મમાં અરજદારોની સહીઓ લઈ ટૂંક સમયમાં લોન આપવાનું કહ્યું હતું. જેથી વિરમગામના 2 થી 3 હજાર લોકોએ ફોર્મ ભર્યા હોવાનું ચર્ચામાં છે.

ત્યારે ઓફિસ રાતોરાત ખાલી કરી તાળું મારી આયોજકો ફરાર થઇ ગયા હતા.અને તેઓના આપેલા મોબાઈલ નંબરો પણ સ્વિર ઓફ આવતા બાબતે છેતરાયા હોવાનો અહેસાસ થતા મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા સોમવારે સાંજે પહોંચ્યા હતા. પૈસાની સાથે ડોક્યુમેન્ટ અને કોરા ફોર્મમાં સહી લીધેલી હોઈ તેનો દુરુપયોગ થવાની શંકા વ્યક્ત કરી હતી. અને બાબતે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે પી. એમ. પ્લાઝામાં બીજા માળે આવેલી 212 નંબરની દુકાન વેચાણ થયેલી હોઈ તેના બિલ્ડરો દ્વારા ભાડે આપવામાં આવેલ હતી અને ભાડાની લાલચમાં ભાડે લેનારના કોઈ ડોક્યુમેન્ટ કે પ્રુફ માગ્યા વગર ભાડે આપેલ હોવાનું જાણવા મળેલ છે. અંગે વિરમગામ પોલીસ મથકના પીઆઈ એ.જી.શાહે જણાવ્યું હતું કે, મહિલાઓ રજૂઆત કરવા માટે આવી હતી. અંગે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

સસ્તી લોન આપવાના બહાને ગરીબોને છેતરી ઓફિસે તાળા માર્યા

અન્ય સમાચારો પણ છે...