વિરમગામ બસ સ્ટેશનમાં નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામશહેરમાં તારીખ 4 ડિસેમ્બરની વહેલી સવારેે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાના નવજાત બાળકને બસ સ્ટેશનના ગેટ પાસે ત્યજી દેવામાં આવતા શહેરમાં ચકચાર થવા પામી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર, કોઈ અજાણી મહિલાએ તેના નવજાત બાળકને જન્મ આપી સવારના 5 વાગ્યા આસપાસ બસ સ્ટેન્ડના ગેટ પાસે છોડી દીધું હતું.

ત્યારે સવારના સમયે લોકોની અવર-જવર વધતાં લોકોની નજર પડી હતી. ત્યાં સુધીમાં ત્યજી દેવાયેલું નવજાત બાળકનું કોઈ સમયે મોત થયું હતું.

ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા વિરમગામ ટાઉન પોલીસને જાણ કરી બાળક અંગે માહિતી આપી હતી અને પોલીસ જગ્યાએ પહોંચી હતી અને પ્રાથમિક કાર્યવાહી કરી બાળકનેે પોસ્ટ મોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં મોકવામાં આવ્યું હતું. બનાવથી શહેરમાં ચકચાર છે કે અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા આવું અમાનવીય કૃત્ય કરી માનવતા નેવે મૂકી છે.આ બનાવ બાબતે વિરમગામ ટાઉન પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ કલમ 318 મુજબ ગુન્હો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરમાં બનાવને લઇ અજાણી સ્ત્રી સામે ફિટકાર વરસી રહ્યો છે. આવુ કૃત્ય આચરનારી મહિલાને કડક સજા કરવાની માગ પણ ઊઠી છે. ત્યારે પોલીસ દ્વારા અજાણી મહિલાને ઝડપથી ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે.

પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ તેજ કરી

અન્ય સમાચારો પણ છે...