પગે લાગવું: નમન નમનમેં ફેર હૈ...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝનલસ્ટોર નાખતા ગામના કેટલાક વેપારીઓની જેમ પગે લાગવાની ટેવ પણ સીઝનલ હોય છે.બેસતા વર્ષે, જન્મદિવસે, લાંબા અંતરના પ્રવાસે જતી વખતે, વિદેશગમન વખતે, સામાન્યપણે માતાપિતા-વડીલોને પગે લાગવાનો રિવાજ છે. લોકો પ્રકારની ચેષ્ટાથી ટેવાયેલા ના હોઈ, કોઈ તેમને પગે લાગે છે ત્યારે તેઓ ડઘાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં પગે લાગનારને દીર્ઘાયુષ થવાનો,સુખી રહેવાનો,બચરવાળ થવાનો કે જલદીથી યોગ્ય કન્યા/મુરતિયો મળી જાય તેવો આશીર્વાદ આપવાનું વડીલો ચુકી જાય છે ને માથે હાથ ફેરવીને કામ પતાવે છે. પગે લાગનારે પણ યુવાનીમાં પ્રવેશ કર્યા બાદ મા-બાપને ગાંઠવાનું છોડી દીધું હોય, વડીલો સાથે આંખો મોટી કરીને વાતો કરી હોય એટલે એને પણ પગે લગતી વખતે અડવું-અડવું લાગતું હોય છે. છેવટે ઝૂકવાનો આભાસ આપીને પગે લાગી લે છે.

પગે લાગવાના કેટલાક અલિખિત નિયમો હોય છે: પગે લાગવા ઇચ્છુકે વડીલને આગળની બાજુએથી પગે લાગવાનું હોય છે. પાછળની બાજુએથી પગે લાગી શકાય, પણ રીતના પગે લાગનારની નોંધ વડીલ લઈ શકતા નથી. આથી તેમના આશીર્વાદ મેળવવાથી વંચિત રહેવાનો વારો આવી શકે છે. બેસતા વર્ષ સિવાયના ટાણે કોઈ વડીલને પગે લાગતી વખતે તેમને જણાવી દેવું કે જન્મદિવસ નિમિત્તે કે પુનર્લગ્ન નિમિત્તે કે નિર્દોષ છૂટાછેડા નિમિત્તે તેમને પગે લાગી રહ્યા છે. આવી સ્પષ્ટતા કરવાથી વડીલને આશીર્વાદ આપવામાં સરળતા રહેશે.

પગે લાગ્યા બાદ તરત જેતે વડીલથી દૂર ચાલ્યા જવાની પેરવી કરવી. વડીલ પાસે ઉભા રહેશો તો એવું લાગશે કે તમે રોકડની આશાએ ઉભા છો. મનમાં સો-પાંચસોનો ખ્યાલ હોય તો પણ વીસની નોટ પકડાવીને રવાને કરશે. પગે લાગતા પહેલાં શર્ટના ખિસ્સામાંથી સિગારેટ કે તેનું પાકીટ,દીવાસળીની પેટી,ગુટખા-તમાકુની પડીકી, ચૂનાની ટોટી વગેરે એક ખૂણામાં જઈને પેન્ટના ખિસ્સામાં મૂકી દેવી.નહીંતર ઝૂકીને પગે લાગવામાં પૈકીની કોઈ પણ વસ્તુ વડીલના ચરણોમાં જઈને પડશે તો નાહકનો તમારી આબરુ પર ચૂનો લાગી જશે. લગ્નપ્રસંગે વરરાજા કે વહુરાણી તરીકે વડીલોને પગે લાગતી વખતે ચહેરો વિડીયોગ્રાફી-ફોટોગ્રાફી કરનાર તરફ રાખવો.આમ પણ પગે લાગવા માટે ઝૂકવું મુખ્ય બાબત છે. ચહેરો ચરણ તરફ રાખવા અંગેનો કોઈ નિયમ હજુ ઘડવામાં આવ્યો નથી. હવે એપના જમાનામાં એવા કોઈ એપની પ્રતિક્ષા છે, જે પગે લાગનારને ઝુકવામાંથી મુક્તિ અપાવે અને છતાં સામેવાળાને એવો આભાસ કરાવે કે પાયલાગણ વિધિપૂર્વક સંપન્ન થયું.

}kirranjoshi@outlook.com

અન્ય સમાચારો પણ છે...