વિરમગામ કોલેજમાં વુમન્સ લો પરિસંવાદ યોજાયો
રામપુરા(ભંકોડા) | વિરમગામની દેસાઇ ચંદુલાલ મણીલાલ આર્ટસ- કોમર્સ કોલેજમાં વુમન્સ લો પરિસંવાદ યોજાઇ ગયો. વિરમગામ કોલેજ અને સીડબ્લયુબીસીના સંયુકત ઉપક્રમે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓની બાબતોના કાયદાની સમજણ આપવામાં આવી હતી. આર.ડી. ચોધરી- ઇનચાર્જ આચાર્ય, રીનાબેન- વકતા, ઇલાબેન પટેલ- કન્વીનર સીડબ્લયુબીસી સહીત મહિલાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી હતી. મહિલાઓની બાબતોના કાયદાઓની સમજણ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જનક સાધુ, એનએસએચની ટીમે જહેમત ઉઠાવી હતી.