Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પુરાણ વ્યવસ્થિત નહીં હોવાથી માર્ગો પર વાહનવ્યવહાર બંધ થતા પ્રજા ત્રસ્ત
ભાસ્કર ન્યુઝ | રામપુરા ભંકોડા
વિરમગામ-માંડલઅને દેત્રોજ (રામપુરા) સહિત સમગ્ર પંથકમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પી.વી.સીની પાઇપો નાંખવાનું કામ ચાલુ છે. આવામાં વિસ્તારના રસ્તાઓ પરથી પાણીના અમુક પાઇપલાઇન પસાર થાય છે જેમાં પાઇપ બેસાડવા માટેના ખાડાઓ કામ પુર્ણ થયા બાદ પણ પુરવામાં આવ્યા નથી. જેના કારણે વિસ્તારના રહેવાસીઓ દ્વારા અહી થતા વાહન વ્યવહારને ઠપ થવાની પરિસ્થિતીનું સર્જન થવા પામ્યુ છે. અમુક જગ્યાઓ પર તંત્ર દ્વારા આવી પાઇપલાઈન માટે કરવામાં આવેલા ખાડાઓને માત્ર માટી થી પુરવામાં આવ્યા છે. જેની સામે તંત્ર વ્યવસ્થિત બુરાણ કરે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. શુક્રવારના રોજ વિરમગામ જક્સી રામપુરા માર્ગ પર ટ્રક ફસાઈ જતા માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થવા પામ્યો હતો.
ચુંવાળ પંથકમાં નર્મદા નિગમ દ્વારા પાઇપો નાંખ્યા બાદ ઉપેક્ષા