તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામમાં ‘હાર્દિક’ પર હેતની હેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેલમાંથી મુક્તિ મળ્યા બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ શુક્રવારે સવારે 8.30 કલાકે તેના વતન વિરમગામ આસોપાલવ ચોકડી ખાતે આવી પહોંચતા ‘પાસ’ના કાર્યકરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 100થી વધુ બાઇક સાથે કાફલો પરકોટા આવેલા પાટીદાર વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં હાર્દિકે રામજી મંદિરે દર્શન કરી વડીલોના આશીર્વાદ લીધા બાદ સમર્થકોનું અભિવાદન ઝીલ્યું અને ત્યાંથી ગોલવાડી દરવાજા બહાર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેની પાસે આવેલી પોતાની શાળા કે.બી.શાહમાં જઇ શિક્ષકોના આશીર્વાદ લીધા હતો. સમયે વર્ગ છોડી વિદ્યાર્થીઓ ગેલેરીમાં આવ્યા હતા અને હાર્દિકનું અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીને જોઇને હાર્દિકને પણ પોતાનું બાળપણ યાદ આવી જતા જોશમાં આવીને વંદે માતરમ્, ભારત માતા કી જયના નારા લગાવતા વિદ્યાર્થીઓએ પણ ગગનભેદી જય નાદ કર્યો હતો. જોકે શાળાથિ વિદાય લઇને હાર્દિક ઘર તરફ પ્રયાણ કર્યું હતું. જ્યાં રસ્તામાં ઠેર ઠેર સ્થાનિકો દ્વારા પોતાના પનોતા પુત્રનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું. હાર્દિકના ઘરથી છેક એક કિલોમીટર સુધી લોકોનો જમાવડો વધાવવા હાજર રહ્યું હતું.

જોકે, હાર્દિક સમગ્ર માર્ગ દરમિયાન કારમાંથી નીચે ઉતર્યો હતો. સમયે ડી.જે, નાસિક ઢોલ સાથે ‘હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ વગેરે નારાઓ વચ્ચે અને પુષ્પવર્ષા સાથે હાર્દિકની બહેન દ્વારા સામૈયું કર્યા બાદ તેના પરિવારજનો અને મિત્ર મંડળે નાસિક ઢોલના તાલે ડાન્સ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેના માતા-પિતાને પગે લાગ્યા બાદ ભેટી પડતા થોડી ક્ષણ માટે હાર્દિક અને તેની માતાની આંખો ભીની થઇ ગઇ હતી. ત્યારબાદ ઘરમાં અખંડ જ્યોતનાં દર્શન કર્યા હતા અને પરીવાર સાથે આરતી ઉતારી હતી. ત્યારબાદ 15-20 મિનીટ સુધી હાર્દિક માતા-પિતા, બહેન સાથે એકાંતમાં ચર્ચા કરી અને પછી માતા સાથે મેલડી માતાના મંદિરે બાધા પૂરી કરી હતી.

હાર્દિક પટેલનો જામીન પર છુટકારો થયા બાદ બરવાળા, ધંધૂકાથી બપોરે 1.30 કલાકે સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવા બોટાદ, લાઠીદડ, બરવાળા, સાળંગપુર અને આજુબાજુના ગામડાના પાટીદારોએ હજારોની સંખ્યામાં તેનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંદિરના કો.સ્વામી વિવેકસાગરદાસ સ્વામી સાથે રહી હનુમાનજી દાદાના દર્શન કરી હાર્દિકે દાદાને માથું ટેકવી ત્યારબાદ કોઠારી સ્વામીના આશીર્વાદ લઇ બાજુમાં આવેલ બીએપીએસ મંદિરે સંતોના આશીર્વાદ મેળવી 2 વાગ્યે સાળંગપુરથી લાઠીદડ ગામે જવા માટે નીકળી ગયો હતો.

બોટાદ શહેર શનિવારે બપોરે હાર્દિકના સ્વાગત ટાણે જય પાટીદાર, જય સરદારના નારાથી ગુંજી ઉઠયું હતું. હાર્દિક બરવાળાથી સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા માટે બપોરે 1.15 વાગ્યે મોટીસંખ્યામાં કાર અને બાઇક રેલી અને બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો તેમ લોકોની ઉપસ્થિતિમાં આવી પહોંચ્યો. ત્યારબાદ બાપ્સ મંદિરના કોઠારી સ્વામીના આશિર્વાદ લીધા બાદ કોઠારી સ્વામીએ મોમેન્ટો અને હાર્દિક પટેલનું પેઇન્ટીંગ ભેટ આપી સ્વામીએ હાર પહેરાવ્યો હતો. તેમ હાર્દિક પટેલને પ્રમુખ સ્વામીના દર્શન કરવાની ઇચ્છા અધૂરી રહી હતી કારણ કે તેઓની તબિયત સારી હોવાને કારણે દર્શન થઇ શકયા હતા. ત્યારબાદ બહોળી સંખ્યામાં કાર અને બાઇકસ્વાર સાથીદારો સાથે લાઠીદડ ગામે પહોંચ્યા હતા અને પાટીદારની બહેનો અને દીકરીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાઠીદડ ગામે હાર્દિકની રકતતુલા માટે સવારથી રકતદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 270 બોટલથી વધારે રકતદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો દ્વારા હાર્દિક.. હાર્દિક...ના નારાથી ગુંજી ઉઠયો હતો. લાઠીદડ ગામે પુષ્પવર્ષા કરવા સાથે આગેવાનો દ્વારા તલવાર અને હળની ભેટ અપાઈ હતી. ત્યારબાદ હાર્દિક પટેલનો કાફલો બોટાદ શહેરમાં બપોરે 3.30 કલાકે પાટીદારો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

નવ મહિના બાદ રાજદ્રોદના કેસમાં મળેલી જેલ મુક્તિ બાદ પોતાના પરિવારને મળવા માટે વિરમગામ પહોંચતા હાર્દિક પટેલનંુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બરવાળા, લાઠીદડ, સાળંગપુરમાં પણ હાર્દિકના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ભેગા થઇ તેનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. સમયે સમગ્ર વાતાવરણ જય સરદાર, જય પાટીદારના નારાથી ગંુજી ઉઠ્યું હતું. તસવીર- ગૌરાંગ વસાણી, જયદીપ પાઠક, કેતનસિંહ પરમાર

ઘરે પહોંચતા માતા ભેટી પડતા લાડકવાયાની આંખો ભીની થઇ : સાળંગપુર મંદિરમાં હાર્દિકના અભિવાદન માટે સેંકડોની ભીડ જામી

લાઠીદડમાં હાર્દિકની રકતતુલા, પાટીદાર આગેવાનોએ તલવાર, હળ ભેટ આપી : વીરાની જેલ મુક્તિને બહેને ઢોલનાં તાલે ઝુમીને વધાવી

રાજદ્રોહમાં નવ માસના જેલવાસ બાદ મુક્તિ મેળવનાર પાસ નેતાનું ઘર આંગણે સ્નેહીજનો દ્વારા સ્વાગત

વિરમગામમાં પરિવાર સાથે ચર્ચા બાદ મીડિયાકર્મીઓ સાથેના સંવાદમાં જણાવ્યું કે, લોકોને સાચી હકીકત બતાવવામંા આવે તે જરૂરી છે. છેલ્લાં 20 વર્ષથી ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવામાં આવી રહી છે, તેવું ઉત્તરપ્રદેશમાં બને હું તેમ ઇચ્છું છું. 2017ની ગુજરાતની ચુંટણી અંગે હાર્દિકે જણાવ્યું કે, પ્રજા અને સમાજ હવે ચુંટણીમાં જવાબ આપવાનો છે. નવ માસ જેલમાં રહી રાજનીતિ શું છે તે મેં જાણ્યું છે. મારા પરિવારનો પૂરો સપોર્ટ હોવાથી હું ઘરની ચિંતા છોડી સમાજના કામમાં આવ્યો છું. સમાજ વતી સમાધાન કરાવવા અને પોતાના રાજકીય સંબંધ વધારવાથી દ્રષ્ટિથી પણ ઘણાં લોકો સરકાર અને મંત્રીઓ સાથે અંગત રીતે વાટાઘાટો કરતા હતા. પણ સત્યનો વિજય થયો છે અને આજે હું તમારી સાથે છું. 6 માસ ગુજરાત બહાર રહેવા અંગે જણાવેલ કે હાલ તો ઉદેપુર રહેવાનો છું. પરંતુ રાજસ્થાન, યુપી, એમપી ને પંજાબ દરેક જગ્યાએથી આમંત્રણ મળેલ છે.

20 વર્ષથી ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવાય છે, તેવું યુપીમાં બને હું તેમ ઇચ્છુ છું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો