હમારે બાપુ ઈસ ગાડી કે વાહન ચાલક હૈં...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના વિધાનસભામાં દંડક બલવંતસિંહ રાજપુત, વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ તેમજ વિજાપુરના પ્રહલાદ પટેલે ગુરુવારની બપોરે સ્પીકર રમણલાલ વોરા સમક્ષ પોતાના ધારાસભ્ય તરીકેના રાજીનામા સુપરત કર્યા હતા જેને સ્પીકરે સ્વીકારી લીધા હતા. રાજીનામું આપ્યા બાદ ત્રણેય લોકો ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચીને વિધીવતરૂપે સભ્ય તરીકે ભાજપમાં જોડાયા હતા. જ્યાં ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસ છોડવાના કારણરૂપે કોંગ્રેસની દિશાહિનતા અને આંતરીક કલહને જવાબદાર ઠેરવ્યા હતા.

અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસમાં સત્તાની સાઠમારી અને અંદરોઅંદરના કલહથી વ્યથિત થઈને ...અનુસંધાન પાનાં નં.4કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ ધારાસભ્યો મારા નિમંત્રણને માન આપીને ભાજપમાં જોડાયા છે અને પક્ષના શિર્ષસ્થ નેતૃત્વે મારી પહેલને સમર્થન આપીને તમામને આવકાર્યા છે.

ભાજપના કાર્યાલય જતા પહેલાં બલવંતસિંહે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહના વેવાઈ છે અને કારણે છેલ્લા ઘણા સમયથી તેમની સાથે અસહ્ય વ્યવહાર થઈ રહ્યો છે. જેથી તેઓ ખૂબજ દૂ:ખી થતા છોડી રહ્યા છે. તેજશ્રીબેને જણાવ્યુ હતું કે, પાટીદાર આંદોલન મૂદ્દે કોંગ્રેસની ઢીલી નીતિ અને પાટીદારોને યોગ્ય ન્યાય મળે તે માટેના યોગ્ય પ્રયત્ન વારંવાર રજૂઆત છતાં પક્ષ દ્વારા કરાતા હતા. અલ્પેશ ઠાકોરે જાહેરમાં એમ કહેલું કે વિરમગામની બેઠક પર તેના પિતા ખોડાજી લડશે. પ્રદેશ નેતૃત્વને અંગે ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા હતા. તેથી કોંગ્રેસ છોડવી પડી છે. જ્યારે પ્રહલાદ પટેલે કહ્યું હતું કે, સત્તાપક્ષની સાથે રહેવાથી મતવિસ્તારમાં વિકાસના કાર્યો સારી રીતે થઈ શકે તેમ છે. ઉપરાંત તેમણે પાટીદાર ઈશ્યુ પણ કારણભૂત ગણાવ્યો હતો.

ભાજપમાં જોડાયા પછી પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોના નિવેદનો:

કોંગ્રેસમાં એક-બીજાને પરાસ્ત કરવાની ખેંચતાણથી વ્યથિત: બલવંતસિંહ રાજપૂત

મે 35 વર્ષ સુધી જાહેરજીવનમાં અને કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પર કાર્ય કર્યું છે. પરંતુ જે પ્રમાણે દિશાહિન કોંગ્રેસમાં આંતરિક કલહ વ્યાપ્ત છે અને એક બીજાને પરાસ્ત કરવાની ખેંચતાણ ચાલી રહી છે તેનાથી વ્યથિત છું. બીજું કે નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાથી હું સાચે પ્રભાવિત છું. તેથી ભાજપમાં એક શીસ્તબદ્ધ કાર્યકર તરીકે જોડાઈ રહ્યો છું.

ધારાસભ્યો જોડાઈ શકે, અહેમદની વડોદરામાં મીિટંગ

મહેન્દ્રસિંહવાઘેલા, મહેન્દ્રસિંહ બારીયા, અમિત ચૌધરી, સી. કે. રાઉલજી, કામિનીબેન, રાઘવજી પટેલ, હકુભા જાડેજા, મેરામણ આહીર, બળદેવજી ઠાકોર, ચંદ્રિકાબેન જેવા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. 15થી 20 કૉંગ્રેસી ધારાસભ્યોને તોડવાનો ભાજપનો ટાર્ગેટ છે જે 7મી સુધીમાં પૂરો થશે. મોડીરાત્રે અહેમદ પટેલે વડોદરા પાસેના ફાર્મ હાઉસમાં 20 ધારાસભ્યો સાથે મીટિંગ કરી.

કાૅંગ્રેસી કહે છે - અમે અંડર એસ્ટિમેટ કર્યું અને બાપુએ ગેમ કરી દીધી

ગાંધીનગર | ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બલવંતસિંહ રાજપુત એમ ત્રણ ઉમેદવાર જીતાડવા આવશ્યક છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે 120 ધારાસભ્યો હોવાથી જીતવા માટે જે વોટીંગનો કવોટા થાય તે કવોટા પ્રમાણે ત્રીજા ઉમેદવારને પુરતા મત મળે નહીં. આથી ભાજપ પાસે કોંગ્રસના ધારાસભ્યોને રાજીનામા અપાવવા ઉપરાંત અમુક ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવીને બલવંતસિંહ રાજપુતને રાજયસભામાં લઇ જવાનું ગણિત ગણાઇ રહ્યું છે. રાજયસભામાં જેટલા મતદાર હોય તે મતદારની સંખ્યાને જેટલી બેઠકો હોય તે બેઠકોમાં એક ઉમેરીને ભાગવામાં આવે છે અને જે આંક આવે તેમાં ફરીવખત એક ઉમેરીને જીત માટે કેટલા મત મેળવવા તે આંક નક્કી થાય છે. ...અનુસંધાન પાનાં નં.4દાખલા તરીકે તડજોડની રાજનિતી પ્રમાણે 12 જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાં જાય તેવી શકયતા છે. તે પ્રમાણે ગણિત માંડીએ તો ગુજરાત વિધાનસભામાં 170 ધારાસભ્યોના મત હોય તો ત્રણ બેઠકોમાં એક ઉમેરવાનો એટલે 170ને ચારથી ભાંગતા 42.5 મત થાય અને તેમાં એક ઉમેરવાનો એટલે 43.5 એટલે કે 44 મત જીતવા માટે મેળવવાનો કવોટા થાય, કોઇપણ ઉમેદવારને જીતવા માટે 44 મત મેળવવા આવશ્યક થાય. હવે ભાજપ પાસે 120 મત છે અને એકઝેટ 44 મત તેમના બંને ઉમેદવારને મળે તો 88 મત જાય એટલે ભાજપ પાસે 32 મત બચે છે. 32 મત ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપુતને મળે તો પણ જીતવા માટેનો કવોટા 44નો છે, તેમાં 12 મત ઘટે છે. આવા સંજોગોમાં બલવંતસિંહને જીતવા માટે ભાજપે કોંગ્રેસ, જેડીયુ, એનસીપીના ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ અને ધારાસભ્યોના રાજીનામાં બે રસ્તા અપનાવવા પડે તેવું હાલના ગણિત પ્રમાણે રાજકીય નિષ્ણાંતોને સમજાઇ રહ્યું છે. સિવાય ત્રીજા વિકલ્પ તરીકે પ્રેફરન્શીયલ વોટીંગ પધ્ધતિ હોવાથી પ્રથમ પસંદગીનો એકડો શાહ અને ઇરાનીને આપ્યા પછી બગડો બલવંતસિંહને આપવામાં આવે તેવી શકયતા છે.

બલવંત કેવી રીતે બગાડશે અહેમદની રાજ્યસભા

ભાજપમાં જોડાયેલા બલવંતસિંહને આવકારતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (ઉપર) અને તેજશ્રી પટેલ અને પ્રહલાદ પટેલ

અમિત શાહ, સ્મૃતિની સાથે બલવંતસિંહ પણ ભાજપના ઉમેદવાર તરીકે આજે 11 વાગે રાજ્યસભા માટે ફોર્મ ભરશે

વધુ 15 ધારાસભ્ય કૉંગ્રેસ છોડી શકે છે

ભાજપ બળવંત,

અહેમદની પટલાઈ જોખમમાં મુકાઈ

બાપુના વેવાઈ બલવંત સિંહ, તેજશ્રી અને પ્રહલાદ પટેલે ભાજપનો ખેસ પહેર્યો

અન્ય સમાચારો પણ છે...