વિરમગામથી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામશહેર પોલીસની ટીમે બાતમીના આધારે સાચાપીરની દરગાહ પાસેના વાડામાં છાપો મારી લાકડામાં સંતાડેલો પરપ્રાંતીય દારૂનો જત્થો ઝડપી પાડ્યો હતો. વિવિધ બ્રાન્ડની 20 બોતલ રૂ. 13600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી નાસી છૂટ્યોહ હતો.

વિરમગામ શહેર પોલીસ સ્ટે.ના ગીરવત સિંહ, વિક્રમસિંહ, ઘનશ્યામસિંહ, ગણેશભાઈ, વિક્રમસિંહ સહિતની ટીમે બાતમીના આધારે સાચાપીરની દરગાહ પાસેના વાડામાં છાપો માર્યો હતો. વાડામાં લાકડા તથા ઘાસના ઢગલા નીચે સંતાડેલો પરપ્રાંતીય દારૂનો જત્થો મળી આવ્યો હતો. વિવિધ જાતની પરપ્રાંતની 20 બોટલ દારૂ રૂ. 13600નો મુદ્દામાલ કબજે કર્યા હતા. વાડાનો માલિક હાજર નહીં મળતા તેની ચોરીની ફરિયાદ નોંદી હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા શહેર પોલીસ તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...