વિરમગામ પાસેથી વિદેશીદારૂનો જથ્થો પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામમાંથીપોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસને મળેલી બાતમીના આધારે સીપીઆઇ વિરમગામ એસ.એસ.રાઠોડ તથા વિરમગામ રૂરલ પીએસઆઇ એસ.એન. રામાણી, પીએસઆઇ પી.વી. દેસાઇ તથા પોલીસ સ્ટાફા માણસો સાથે હકીકત આધારીત વાસણગામના જેસી઼ગભાઇ રાયસંગભાઇ ઠાકોરના ઓએ ઇગ્લિંશ દારૂ મંગાવી વાસણગામે રહેતા નરસિંહભાઇ જેઠાભાઇ મકવાણાના કબજાની ઓરડીમાં રાખેલ હોવાથી તથા ઉપરોકત બંને શખ્સ ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા હોવાની બાતમીના આધારે રેડ કરતા પરપ્રાંતીય ઇગ્લિ઼શ દારૂની જીનની બોટલ નંગ 136 કિ.રૂ.5200, વ્હીસ્કીની નંગ 298 કિ.રૂ.91900, બીયરના ટીન નંગ 222 કિ.રૂ.22200 એમ કુલ રૂ.166300 નો મુદામાલ મળી આવેલ.

જયારે રેડ દરમિયાન ઉપરોકત આરોપીઓ જેસી઼ગભાઇ રાયસ઼ગભાઇ ઠાકોર, નરસિ઼હભાઇ જેઠાભાઇ મકવાણા નાસી છુટેલ હતા, જે મુજબનો ગુનો પીએસઆઇ એસ.એન. રામાણીએ દાખલ કરી આગળની તપાસ પીએસઆઇ રામાણી તથા રાઇટર મયુરદાન ગઢવી ચલાવી રહ્યા છે.

વિરમગામ રૂરલ પીએસઆઇ એસ.એન. રામાણી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે અત્યારે બંને આરોપી ફરાર થઇ ગયેલ છે. જેમને ટૂંક સમયમાં ધરપકડ કરાશે અને સિવાય અન્ય ગેરકાયદેસર જથ્થો સંતાડેલ છે કે કેમω અન્ય ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા શખ્સોની પણ ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...