• Gujarati News
  • વિરમગામના હાથી તલાવડીમાં રામદેવપીરનાં અનોખાં નોરતાં

વિરમગામના હાથી તલાવડીમાં રામદેવપીરનાં અનોખાં નોરતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામખાતે એમ.જે. હાઈસ્કૂલ પાછળ આવેલ હાથી તલાવડી વિસ્તારમાં રહેતા પૂંજાભાઈ દેવાભાઈ મારવાડી સલાટ ઉંમર વર્ષ 55 છેલ્લા 18 વર્ષ થી ફક્ત કાચા મરચા ફરાળમાં લઈ ને 9 દિવસના રામદેવ પીરના નોરતા કરે છે. 9 દિવસ દરમિયાન રામદેવપીરને ધરાવી લીલામરચા આપતા કાકડીની જેમ ખાવા લાગે છે. બાબતે પૂછતા તેમણે જણાવેલ કે ફરાળમાં ફ્રૂટ, ખાઈને ઉપવાસ થઈ શકે પરંતુ મેં રામાપીરને પ્રસન્ન કરવા મરચા ખાઈને ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને જોત જોતામાં 18 વર્ષ થઈ ગયા. પૂંજાભાઈ મારવાડી એમ જે. હાઈસ્કૂલ ખાતે વોચમેન તરીકે ફરજ બજાવે છે અને સ્કુલના દરવાજા પાસે તેમના પત્ની કાકડી, ટામેટા જેવી આરોગ્યપ્રદ વસ્તુ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. છતા અત્યારે ચાલતા એકમ થી નોમ રામદેવપીરના નોરતામાં કોઈની પાસે હાથ લંબાવ્યા વિના આશરે 15,000 રૂપિયા જેટલો ખર્ચ કરે છે.