Home » Madhya Gujarat » Ahmedabad District » Viramgam » વિરમગામ તાલુકા પંચાયતની કમિટીઓ ભાજપે હસ્તક કરી

વિરમગામ તાલુકા પંચાયતની કમિટીઓ ભાજપે હસ્તક કરી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:50 AM

કારોબારી ચેરમેન,ન્યાય સમિતિ ચેરમેનની નિમણૂક

  • વિરમગામ તાલુકા પંચાયતની કમિટીઓ ભાજપે હસ્તક કરી
    વિરમગામ તાલુકા પંચાયત ખાતે તારીખ 9 ઓગસ્ટે કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની મીટીંગ યોજાઈ હતી પ્રથમ કારોબારી સમિતિની મીટીંગ મળેલ જેમાં ચેરમેન તરીકે સર્વાનુમતે પ્રમોદભાઈ બળદેવભાઈ પટેલ જાહેર થયા હતા જ્યારે ન્યાય સમિતિની મિટિંગમાં સર્વાનુમતે લાભુબેન હરીભાઈ મકવાણા ની ચેરમેન તરીકે વરણી થઈ હતી.

    ઉલ્લેખનીય છે કે ભાજપના કમરુદ્દીન સીદાણી દ્વારા બળવો કરી અપક્ષ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી જેમાં કોંગ્રેસના ટેકાથી પ્રમુખ હાસલ કરેલ ત્યારે તાલુકા પંચાયતની વિવિધ કમિટીઓ ની રચના વખતે રાજકીય તખ્તો પલટાઈ જતા અને પ્રમુખ સાથેના સભ્યો પાછા ભાજપમાં ફરતા વિવિધ કમિટીઓ ભાજપે હાસલ કરી લીધી છે તારીખ 8 ઓગસ્ટની વિરમગામ નગરપાલિકાની વિવિધ કમિટીઓ ની રચના મા તથા તાલુકા પંચાયત કમિટિઓની રચનામાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલ,પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ અને વજુભાઇ ડોડીયા તથા વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ,જીલ્લા મહામંત્રી નવદીપભાઈ ડોડીયા,તાલુકા મહામંત્રી કિરીટસિંહ ગોહિલ,પૂર્વ ન.પા.પ્રમુખ કાનભા સહિતના ભાજપના આગેવાનોએ નારાજ સભ્યોને મનાવી લઈ 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા અને વિરમગામ ન.પા.,વિરમગામ તાલુકા પંચાયત હસ્તગત કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકી એક મત સાધ્યો હતો.

    તા.પંચાયતના વિવિધ ચેરમેનની વરણી કરાઇ છે.તસવીર-જયદીપ પાઠક

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ