ધરાર વચ્ચે આવનારા નડના જરૂરી હૈ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિયમમાંજઇને મેચ કે જીવંત મહેફિલ માણવાની ઘટના કે હરિદ્વારના ઘાટ પર બેસીને ગંગામૈયાની આરતીના સાક્ષી થવાની ઘટના જેવી ઘણી ઘટનાઓ વખતે હંમેશાં કોઇને કોઇ નડનાર પેદા થઇ જાય છે. ‘નડવું’ એક રાષ્ટ્રીય સમસ્યા છે છતાંય નડનાર ઇસમને સજા ફટકારતી કોઇ જોગવાઇ કાયદાએ કરી નથી.

કહેવાય છે કે કોઈ માણસ જન્મજાત ગુનેગાર નથી હોતો. નડતરરૂપ બનતી વ્યક્તિ માટે પણ આમ કહી શકાય. સિનેમાહૉલમાં ફિલ્મ જોવા બેઠેલા લોકોની આગળથી સાવચેતીપૂર્વક પસાર થનાર વ્યક્તિના મનમાં જરાય એવો ભાવ નથી હોતો કે ફિલ્મ માણવા બેઠેલી વ્યક્તિને પોતે નડતરરૂપ બને. તે બીજા કોઈ કારણથી સિનેગૃહમાં મોડો પડ્યો હોય છે.

જરૂરી નથી કે નડનાર વ્યક્તિ વચ્ચે આવી જઇને કે ઊભી થઇને નડે. ક્યારેક વ્યક્તિનો શારીરિક બાંધો એવો હોય છે કે તે કોઇ પણ પ્રકારના આયાસ વિના અન્યોને નડી શકે છે. કાલિયા ફિલ્મમાં ‘હમ જહાં ખડે હોતે હૈ લાઇન વહીં સે શુરૂ હોતી હૈ’ પ્રકારનો સંવાદ બોલનાર બૉબ ક્રિસ્ટો તથા અમિતાભ બચ્ચન એમ બંને કલાકારો એવડું મોટું શારીરિક કદ ધરાવતા હતા કે લાઇનમાં તેમની પાછળ ડાયનોસૉર ઊભું હોય તો તેણે પણ આગળ ચાલતું દૃશ્ય જોવા માટે પગની એડીઓ ઊંચી કરવી પડે.

સ્થૂળ અર્થમાં નડનારાઓ ઘડી-બે ઘડી પૂરતા કે પછી ચોક્કસ કાર્યક્રમ પૂરતા નડે છે. પણ સૂક્ષ્મ અર્થમાં નડનારાઓ માસ-મહિનાથી લઇ વર્ષો સુધી નડ્યા કરે છે. આપણા દેશના મોટા ભાગના લોકોને અવકાશમાં તરતા નવ ગ્રહોમાંના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ પૈકીનો કોઇને કોઇ ગ્રહ નડતો હોય છે. યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટોનાં નામ પણ ફિરંગી ટાઇપ ભાષાને બદલે ભારતીય ભાષામાં હોત તો પણ અચૂકપણે આપણા દેશબાંધવોને નડતા હોત.

મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવા ઉત્સુક કેટલાક નેતાઓને પાછલા વર્ષોમાં કદાવર થઈ ગયેલા પોતાના પક્ષના નેતાઓ નડે છે, ઈશ્વરપ્રાપ્તિ માટે ઇચ્છુક એવા ભક્તજનોને બાપજીઓ-બાવાઓ નડે છે, જ્યોતિષિઓને રેશનાલિસ્ટો અને કટ્ટરવાદીઓને સેક્યુલરિસ્ટો નડે છે, ઘરફોડ ચોરોને બંગલાની બહાર બાંધેલાં કૂતરાં અને રાષ્ટ્રીયકૃત બેન્કોને ડિફોલ્ટરો નડે છે. વાહનચાલકોને બમ્પ, ખાડા, ભૂવા નડે છે અને અડગ હોય તેવું મન ધરાવતા મુસાફરને હિમાલય નડે છે.

નડવાપણું ક્યારેક હકારાત્મક ભૂમિકા પણ ભજવી જાય છે. જો બે આંખોની શરમ નડતી હોત તો બે વ્યક્તિઓ કે બે જૂથો વચ્ચે નોંધાતી અથડામણોનું પ્રમાણ ત્રીસથી ચાલીસ ટકા જેટલું વધારે હોત.

}k irranjoshi@outlook.com

અન્ય સમાચારો પણ છે...