વિરમગામ પાલિકાની આજે જનરલ બોર્ડ મીટિંગ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ નગરપાલિકાની આજે સવારે 11 વાગ્યે જનરલ બોર્ડની મીટીંગ મળશે. જેમાં ફક્ત 1 એજન્ડા ઉપર વિવિધ કમિટીઓની રચના કરાશે. જેમાં સત્તાધારી ભાજપના તમામ સદસ્યો હાજર રહેશે તો વિવિધ કમિટી તૈયાર કરાશે. વિરમગામ નગરપાલિકાની 8મી જૂને જનરલ બોર્ડ મિટિંગમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના 16, ભાજપના 17, અપક્ષ 3 સદસ્યો હાજર હતા. જેમા પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણીઓમાં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળતા ભાજપના રીનાબેન પંડ્યા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ટેકાથી અપક્ષ વિમલ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ રીના બેન પંડ્યા દ્વારા 26મી જૂને પ્રિ-મોન્સુન કામગીરી અંગે તાકીદની બોર્ડ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં અન્ય કોઈ એજન્ડા સામેલ ન હતા ત્યારે ભાજપ તરફી 18 સભ્યો તેમજ કોંગ્રેસ તરફી સભ્યો અગાઉના દિવસોમાં જ કોંગ્રેસના એક સભ્યને સસ્પેન્ડ કરાયા હતા.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...