• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • નળકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદ

નળકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારીખ 3 ઓગસ્ટે નળકાંઠા વિસ્તાર સહિત વિરમગામ પંથકના ખેડૂતોની ચિંતા બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ ત્યારે તારીખ 4 ઓગસ્ટે નળકાંઠા વિસ્તારના ગામોમાં નર્મદાના નીર છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.

ખેડૂતો જણાવી રહ્યા છે કે હવે અમારા વાવેલા પાકને જીવતદાન મળશે અને જેમને વાવેતર બાકી છે તેમને સુવિધા મળશે નળકાંઠા વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર વધશે પ્રાપ્ત વિગતો અનુસાર કડી તાલુકાના નાનોડીય કેનાલ ગેટથી પાણી છોડવામાં આવતા જખવાડા, શિયાળ, કરક્થલ, થોરી થાંભા, ખેંગારીયા, વસવેલીયા, લીંબડ વંથળ જાલમપુરા ઘોડા કેશવપુર, નભોઇ, ઝેઝરા કુમરખાણ, શાહપુર સહિતના વિસ્તારોમાં ખેતીને જીવતદાન મળશે જેથી સરકારના ખેડૂત પ્રત્યેના સારા અભિગમ બદલ ખેડૂત આગેવાન ભાઈરામભાઈ બોઘાભાઈ કો.પટેલે નળકાંઠા વિસ્તારમાં નર્મદાના નીર પહોંચતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

નળકાંઠાના અનેક વિસ્તારોમાં ખેતીને જીવતદાન મળશે.

અન્ય સમાચારો પણ છે...