તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્યૂબલાઇટ: ધીમી ઉપડે, વધુ પ્રકાશ આપે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લેકટ્રિકબલ્બના શોધક થોમસ આલ્વા એડિસનને ઇતિહાસમાં જે સ્થાન અને જે માનપાન મળ્યું છે તેના દસ લાખમા ભાગનું માનપાન પણ ટ્યૂબલાઇટના શોધકને નથી મળ્યું. બલ્બ કરતાં વધારે અને સારો ઉજાસ આપતી ટ્યૂબલાઇટની બાબતમાં પળોજણ પણ વધારે પડતી છે. જેમ કે, દ્વિચક્રીધારક એકલે હાથે બલ્બની ખરીદી કરી શકે છે, પણ ટ્યૂબલાઇટની ખરીદી વખતે તેને પકડીને પાછળ બેસનારની અચૂકપણે જરૂર પડે છે. બચરવાળ કુટુંબ ધરાવતા ગૃહસ્થની જેમ ટ્યૂબલાઇટનો વસ્તાર પણ ઘણો મોટો હોય છે. ટ્યૂબલાઇટના છેડા પકડી રાખતા બે હોલ્ડરો, ચૉક, સ્ટાર્ટર અને સ્ટેન્ડ-ટ્યૂબલાઇટ પરિવારના સૌ સભ્યો છે. બેઝબૉલની રમતમાં દાવ લેનાર ટીમનો પહેલો ખેલાડી (બૉલ હિટ કરીને) દોડે તો બીજો ખેલાડી દોડે છે ને બીજો ખેલાડી દોડે તો ત્રીજો ખેલાડી દોડે છે. ટ્યૂબલાઇટમાં પણ બે હોલ્ડર, ચૉક અને સ્ટાર્ટર ત્રણેય જો રાજીપામાં હોય તો તે ચાલુ થઈ શકે છે.

વૃદ્ધાવસ્થા આવતાં જેમ કાળા માથાનો માનવી ધોળા માથાનો બની જાય છે તે રીતે અંતકાળ નજીક આવતાં ધોળા માથાની ટ્યૂબલાઇટના છેડા કાળા પડવા લાગે છે. છતાં તેને બદલવામાં આવે તો તેના છેડા લાલાશ પકડવા લાગે છે. ત્યાર પછી પણ ટ્યૂબલાઇટને સેવાનિવૃત્ત કરવામાં આવે તો તે લબૂકઝબૂક થવા માંડે છે. એંશીના દાયકાની હિન્દી ફિલ્મોના ક્લાઇમેક્સમાં ગોળી વગ્યા પછી પણ પાંચ-સાત મિનિટ જેટલો લાંબો ડાયલૉગ બોલીને સિધાવી જતા પાત્રની જેમ સાવ બુઝાઈ જતાં પહેલાં ટ્યૂબલાઇટનો લબૂકઝબૂક ગાળો પણ ખાસ્સો લાંબો ચાલે છે.

સૂર્યાસ્ત પછી જગતમાં પથરાતા અંધકારને ઉલેચવા જેવું સમાજસેવાનું કાર્ય કરતી ટ્યૂબલાઇટ પાસે પણ માણસ કરવા જેવાં કાર્યો કરાવે છે. છેલ્લા બે-ત્રણ દાયકા દરમિયાન જેનાં અનેક ભાગ બન્યા છે તેવી હૉલિવૂડની ફિલ્મ સ્ટારવૉર્સમાં બે વિરોધી જૂથોને હાથમાં ટ્યૂબલાઇટ પકડીને એકબીજા પર પ્રહારો કરતા દર્શાવાયા છે.

હવે દક્ષિણની અભિનેત્રીઓ જેવી મેદસ્વી ટ્યૂબલાઇટોનું સ્થાન ધીમી ગતિએ પાતળી પરમાર એવી એલ.ઇ.ડી. લાઇટોએ લેવા માંડ્યું છે. ખુદ સરકારે સબસીડી આપીને સસ્તી કિંમતે એલ.ઇ.ડી. લાકડીઓ વેચવાનું ચાલુ કર્યું છે ત્યારે આગામી બે-એક વર્ષમાં ટ્યૂબલાઇટોના જીવનમાં કાયમ માટે અંધારપટ છવાઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે. માનવજાત તો ટ્યૂબલાઇટને બદલે એલ.ઇ.ડી. લાઇટ પાસેથી પ્રકાશ પ્રાપ્ત કરી લેશે, પણ આકાશમાં સ્ટારવૉર્સનું યુદ્ધ શેની વડે લડાશે? ચૉક, સ્ટાર્ટર અને સ્ટેન્ડ પોતાના કુટુંબની મોભી એવી ટ્યૂબલાઇટ વિના પોતાનું ભરણપોષણ કેવી રીતે કરશે? }kirranjoshi@outlook.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો