તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • Viramgam વિરમગામ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરાયું

વિરમગામ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેરમાં 21 જૂન થી નગરપાલિકાના આદેશ મુજબ 50 micron થી નીચેના પ્લાસ્ટિકના વેચાણ વપરાશ પર પ્રતિબંધ છે, ત્યારે બુધ‌ારે પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શહેરમાં લારી ગલ્લાઓ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલી,ઝભલા,કપ માટે તે ચેકિંગ હાથ ધરાતા માત્ર નાના શાકભાજી ફળ-ફળાદી નો ધંધો કરતા નાના ફેરિયાઓ પાસેથી કામગીરી બતાવવા પૂરતું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે મોટા વપરાશકારો અગાઉથી માહિતી મળી હોય તેમ પ્રતિબંધિત પ્લાસ્ટિક અદ્રશ્ય થઈ ગયેલું હતું

વિરમગામ નગરપાલિકા દ્વારા આ અંગે 21 જૂન 2018 ના રોજ ન.પા. કર્મચારીઓ દ્વારા વેપારીઓને દુકાને ફરી જાણ કરવામાં આવેલ સાથે ટેમ્પલેટ પણ આપવામાં આવ્યા હતા. જેમાં તારીખ 27 જૂન પછી કોઇપણ વેપારી કે ધંધાકીય એકમ પ્રતિબંધિત પ્લાસ્ટિક નુ વેચાણ કે વપરાશકર્તા માલુમ પડશે તો પ્રથમ વખત રૂ. 2000 દંડ વસૂલવામાં આવશે તેમજ ફરીથી ઝડપાઈ તો જે તે જથ્થો જપ્ત કરી દુકાન મિલકત સીલ કરવા સુધી ના પગલા લેવાશે તેમજ વારંવાર પ્લાસ્ટિક નું વેચાણ કે વપરાશ કરનાર પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમજ જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરનાર પાસેથી રૂ. 1000 વહીવટી ચાર્જ તત્કાલ સ્થળ ઉપર વસૂલવામાં આવશે.

આ અંગે વિરમગામ નગરપાલિકા પ્રમુખ રીના બેન પંડ્યાએ જણાવ્યું કે, હવે કોઇપણ વેપારી ઉપરોક્ત વસ્તુઓનું હોલસેલ વેચાણ કે ઉપયોગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ કરતા નગરપાલિકાના અધિકારીઓ.તસવીર-જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...