તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પીકરે મહિલા MLAને કહ્યું,‘બહુ સ્માર્ટ ના થાવ’, પછી માફી માગી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પ્રશ્ન નંબર પાંચમાં પેટા પ્રશ્ન પૂછવા ઊભા થયા હતા ત્યારે અધ્યક્ષ રમણલાલ વોરાએ ટકોર કરતા તેઓ મૂંઝાઇ ગયા હતા. તેમણે વારંવાર અધ્યક્ષ ટારગેટ કરતા હોય તેવી લાગણી થતા ગૃહમાં હૈયું ભરાઇ ગયું હતું. આથી બહાર આવીને તેઓ રડવા લાગ્યા હતા. તેમણે પોતાના દંડક બલવંતસિંહ રાજપુતને રજૂઆત કરી હતી. ...અનુસંધાન પાનાં નં.15બલવંતસિંહે ગૃહ પુરુ થાય પછી વાત કરીએ તેવું કહેતા રીસેસમાં દંડક રાજપુત સમક્ષ તેમણે રજૂઆત કરી હતી. સમયે ગૃહની બહાર આવતી વખતે ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ તેમના દંડક સમક્ષ વાત કરતા રડી પડયા હતા. અાથી કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ અધ્યક્ષ રમણલાલ વોરાની કાર્યાલયમાં તેમને રજૂઆત કરવા ગયું હતુ. અધ્યક્ષ રમણલાલ વોરાએ તેમની કોમેન્ટ બદલ દિલગીરી વ્યકત કરી હતી. અધ્યક્ષ વોરાએ કહ્યું હતું કે મહિલાઓનું સન્માન કરવાની વાત ગૃહમાં અમે કરતા હોઇએ ત્યારે તેના આચરણની શરૂઆત હું મારાથી કરુું છું.

કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલની મારી કોમેન્ટથી લાગણી દુભાય હોય તો હું દિલગીરી વ્યકત કરું છું. તેમાં કોઇ નાનપ હું અ્નુભવતો નથી. ગૃહ સુચારું, વ્યવસ્થિત ચલાવવા અમે ટકોર કરતા હોઇએ ત્યારે કોઇ ઇરાદાથી પ્રકારની કોમેન્ટ કરી નથી.રમણલાલ વોરાએ ગૃહમાં કોમેન્ટ કરતા તેજશ્રીબેન રડી પડ્યાં

અગાઉ પણ મારું અપમાન કર્યું હતું

^અગાઉ પણ સ્પીકરે ‘સળગતા લઇને ઊભા થાવ છો, બહું બોલો છો બહેન’ તેવી કોમેન્ટ કરી હતી. હું વડીલ સમજીને જતું કરતી હતી. તેમણે આજે ‘તમે બહું ઓવર સ્માર્ટ થાવ’ તેવું કહેતા મારું મન ભરાઇ ગયું હતુ. મેં મારા દંડકને લેખિતમાં ફરિયાદ કરી હતી. અમે સૌ અધ્યક્ષ રમણલાલ વોરા પાસે ગયા હતા અને તેમને રજૂઆત કરી હતી. તેમણે દિલગીરી વ્યકત કરતા મામલો પુરો થઇ ગયો છે. > તેજશ્રીબેનપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો