• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામ તાલુકામાં 6 પંચાયતની ચૂંટણીમાં કુલ 24 ફોર્મ પાછા ખેંચાયા

વિરમગામ તાલુકામાં 6 પંચાયતની ચૂંટણીમાં કુલ 24 ફોર્મ પાછા ખેંચાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંગ્રામ પંચાયતોની મધ્યસત્ર, પેટા ચૂ઼ંટણીનો કાર્યક્રમ આયોગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવતા. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી લડવા ઉત્સુક લોકો સરપંચ તેમજ સભ્યો માટે ફોર્મ ભરવા માટે ધક્કે ચડ્યાં હતા.જેને લઇને ઉમેદવારી ફોર્મ નોધાવા સાથે સ્થાનિક પંચાયતની ચૂ઼ટણીમાં ગરમાવો શરૂ થઇ ગયો હતો.

ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી,પ઼ટા ચૂંટણી જાહેર થતાં વિરમગામ તાલુકાના કુલ 6 ગ્રામ પંચાયત મા સરપંચ તેમજ વોર્ડ ના સભ્યો માટે કુલ 95 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તેમાં ત્યારે 25 માર્ચે ફોર્મ પાછા ખેંચવા ની અંતિમ તારીખે કુલ 24 ફોર્મ ઉમેદવારો દ્વારા પાછા ખેંચવામાં આવ્યા હતા. તેથી ગ્રામપંચાયત ની ચૂંટણી નુ ચિત્ર સ્પષ્ટ થયું છે.જેમાં વિરમગામ તાલુકાનાં અન્ય પેટા ચૂંટણી માટે કુલ 17 ગામો મા યોજાવાની હતી તેમાં 11 થી વઘુ વોર્ડની બેઠક અનુસુચિત જનજાતી હોવાથી તેમાં કોઇ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી ત્યારે વિરમગામ તાલુકાના વણીમાં વોર્ડનં-6 , લીયામાં વોર્ડનં-6 , ઘોડા- કિશોલ માં વોર્ડ નં. 8, ડેડીયાસણ માં વોર્ડ નં. 12 બિન હરીફ થતાં માત્ર ખેંગારીયા ગામે વોર્ડ નં. 7 બિનહરીફ થયો છે.જેમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે.

ત્યારે વિરમગામ તાલુકાનાં મણીપુરા ગામે સરપંચ પદ માટે 5 તેમજ વોર્ડ માટે કુલ 14 ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચ પદે 4 તેમજ વોર્ડના 8 ફોર્મ ઉમેદવારો પરત ખેંચ્યા હતા. તેથી બેઠક સમરસ ગ્રામ પંચાયત થવા પામી છે.

મણીપુરા ગ્રામપંચાયત સમરસ જાહેર કરાઇ

અન્ય સમાચારો પણ છે...