વિરમગામ નગરપાલિકા દ્વારા RCC રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર

રોડ પર ઠેર ઠેર ગાબડા અને સળિયા એક વર્ષમાં બહાર આવી ગયા

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
વિરમગામ નગરપાલિકા દ્વારા RCC રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર
વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં આવેલા એસબીઆઇ બેન્ક થી મંગલમ સોસાયટી સુધી બનેલ આર.સી.સી.ના રસ્તામાં આઠથી દસ જગ્યા ઉપર લોખંડના સળિયા ઓ ભયજનક રીતે બહાર આવી ગયા છે ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે રોડ ઉપર ઠેર ઠેર ગાબડા અને સળિયાઓ એક વર્ષમાં બહાર આવી ગયા છે છતાં સ્થાનિક કોર્પોરેટરો કે અધિકારીઓ રાહદારીઓના જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે.

વિરમગામ શહેરમાં મોટાભાગના rcc રસ્તાઓ બે વર્ષ પણ ટકતા નથી નગરજનોના મોઢે એક જ વાત હોય છે નગરપાલિકાના ભષ્ટ અધિકારીઓ, પદાધિકારીઓ,એન્જિનિયરો અને કોન્ટ્રાકટરોની મીલીભગતથી મોટા પાયે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અત્યાર સુધીમાં નગરપાલિકામાં વિવિધ રસ્તાઓના ખરાબકામો બાબત થયેલી અરજીઓ છતાં કોઈપણ રોડ રસ્તા ના ખરાબ કામ બાબત કાયદાકીય પગલાં ભરવામાં આવેલ નથી અને એ જ કોન્ટ્રાક્ટરોને બીજા નવા કામ આપવામાં આવે છે મોટાભાગના કોન્ટ્રાક્ટ ના કામો કોન્ટ્રાકટરો દ્વારા રીંગ બનાવીને લેવામાં આવે છે સમાચાર પત્રોમાં નવા કામો ના ટેન્ડર ની જાહેરાત કરવામાં આવતી નથી.

X
વિરમગામ નગરપાલિકા દ્વારા RCC રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App