તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાં વોર્ડ નંબર 5ની 1 સીટનું આજે મતદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ પાલિકા વોર્ડ નંબર 5 ના સદસ્ય યાસીનભાઈ મંડલી વિરુદ્ધ કલમ 37 મુજબ થયેલ અરજી સંદર્ભે તેઓનું સભ્યપદ રદ થતા આજે વોર્ડ નં. 5ની ખાલી પડેલી 1 બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.

અગાઉ ની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 ની તમામ 4 સીટો બિન હરીફ જાહેર થયેલી હતી જે તમામ કોંગ્રેસ ની હતી જ્યારે 7 ઓક્ટોબરે 1 સીટ ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 4 ઉમેદવારો વચ્ચે જંગછે જેમાં સંધિ અસરફ ઉસ્માનભાઈ(અપક્ષ),શાહ નયનકુમાર મુકુંદભાઈ (અપક્ષ),મચ્છર હરીશભાઈ ભરતભાઈ(ભાજપ),સિપાઈ મુસ્તાકભાઇ રસુલભાઇ(અપક્ષ) તરીકે ફોર્મ કરેલ છે કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર ઉભારાખેલ નથી.

વોર્ડ નંબર 5 માં ફુલ મતદારો 6942 છે જેમાં પુરૂષ મતદાર 3498 અને સ્ત્રી મતદાર 3444 છે આ મતદારો દ્વારા નીચેના મતદાનમથકોએ 7 ઓક્ટોબરે મતદાન કરશે ન્યુ એજયુકેશન સ્કૂલ 3,જુની મ્યુનિસિપાલટી 1, ફોરેસ્ટ ઓફિસ1,કૃષિ પંચ કચેરી 1,સરકારી ચોરો 1,નૂરી સોસાયટી આંગણવાડી 1 કુલમળી 8 મતદાનમથકોએ મતદાન થશે. વિરમગામ પાલિકામાં સત્તાધારી ભાજપ 17 સદસ્ય અને 1 અપક્ષ ટેકા સાથે કુલ 18 સભ્યો છે.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...