ખેલ મહાકુંભ અંતર્ગત શિક્ષકોની મિટિંગ મળી

વિરમગામ | વિરમગામ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા શનિવારે શિક્ષકોની ખેલમહાકુંભના આયોજન માટે બેઠક મળી હતી....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Viramgam - ખેલ મહાકુંભ અંતર્ગત શિક્ષકોની મિટિંગ મળી
વિરમગામ | વિરમગામ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા શનિવારે શિક્ષકોની ખેલમહાકુંભના આયોજન માટે બેઠક મળી હતી. જેમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની હાઇસ્કુલમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી આંતરિક શક્તિને ખેલના માધ્યમથી બહાર લાવવા અને ઉચ્ચ પુરસ્કાર સુધી બાળકોને લઈ જઈ શકાય તે માટેની વિવિધ પ્રકારની રમતોના આયોજન બાબતે ચર્ચા થઈ હતી. બેઠકમાં વિરમગામ ખેલમહાકુંભના કન્વીનર જયેશભાઇ મેવાડા, વિરમગામ તાલુકા વ્યા. પ્ર. મંડળના મહંત દેવેન્દ્રસિંહ સિંધવ, વિરમગામ તાલુકા બી.આર.સી.કો. ઓડીનેટર મૌલિકભાઈ બારોટ સહિત શહેરની અને ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલોના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત હતા.

X
Viramgam - ખેલ મહાકુંભ અંતર્ગત શિક્ષકોની મિટિંગ મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App