તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ નગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી 2 બેટરી ચોરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ પાલિકાના કમ્પાઉન્ડ પાર્ક કરાયેલા બે વાહનોમાંથી બુધવારે રાત્રે બેટરીની ચોરી થઇ હોવાની વાત સામે આવી છે.

વિરમગામ નગર પાલિકાને તાજેતરમાં 3 નવા વાહનો ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે ફાળવવામાં આવેલ છે જે પૈકીના 2 વાહનોમાંથી 3 ઓક્ટોબર ને બુધવારે રાત્રે વાહનોમાં લગાવેલી બેટરી ની ચોરી થવા પામી હતી જે બાબતે નગરપાલિકામાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બુધવારે રાત્રે 9 થી 10 કલાક વચ્ચે પાછળની તરફ થી 2 વ્યક્તિઓ કમ્પાઉન્ડમાં આવે છે અને 2 વાહન મા લગાવેલી બેટરીઓ કાઢી ને લઇ જતા હોવાનું જણાઈ આવે છે.

જે બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને પુછતા જણાવેલ કે બુધવારે રાત્રે ચોરીનો બનાવ બનેલ છે જેમાં બંને બેટરીઓની કુલ કિંમત ₹ 7400 જેટલી થાય છે જે બાબતે શનિવારે સાંજે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...