વિરમગામ પાલિકા દ્વારા એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

DivyaBhaskar News Network

Sep 16, 2018, 04:15 AM IST
Viramgam - વિરમગામ પાલિકા દ્વારા એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે
Viramgam - વિરમગામ પાલિકા દ્વારા એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે
વિરમગામ નગરપાલિકા દ્વારા 15મી સપ્ટેમ્બર શનિવારે ખાડિયા જીનથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી ઉજવવામાં આવશે. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. જેથી કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વિરમગામ નગરપાલિકા દ્વારા 15 સપ્ટેમ્બરથી અઠવાડિયા સુધી વિરમગામ શહેરને સ્વચ્છ રાખવા ઝુબેશ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં મામલતદાર પી.પી.વ્યાસ, ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ,વજુભાઇ ડોડીયા, નગરપાલિકા પ્રમુખ રીના બેન પંડ્યા,નગરપાલિકા વિવિધ કમિટી ચેરમેન વિજયભાઈ સોની, કાંતિભાઈ પટેલ(કાનભા), દિલીપભાઈ ધાંધલ,ઇશ્વરભાઇ વેગડ સહિત સભ્યો અધિકારીઓ કર્મચારીગણ તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બેનરો સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

સ્વચ્છતા ઝુંબેશના પરિણામે વિરમગામમાં સાફ-સફાઇની કામગીરી શરૂ કરાઇ છે.તસવીર-જયદીપ પાઠક

X
Viramgam - વિરમગામ પાલિકા દ્વારા એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે
Viramgam - વિરમગામ પાલિકા દ્વારા એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી