તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાનું પૂતળું બાળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામશહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલની ભાગ્યોદય હોસ્પિટલ પાસે એનએસયુઆઈ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના પૂતળાદહનો કાર્યક્રમ શનિવારે બપોરે યોજાઈ ગયો. જેમાં પૂતળાદહન સાથે રમણલાલ વોરા વિરુદ્ધ નારા લગાવવામાં આવેલ અને અધ્યક્ષ સ્થાનેથી ભાજપની દલાલી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલ હતા.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વિધાનસભામાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ દ્વારા નગરપાલિકાની બેઠકમાં ધારાસભ્યને બોલાવવામાં આવે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવી શકે વગેરે પ્રશ્ન કરતાં અધ્યક્ષ દ્વારા ‘તમે બહુ ઓવરસ્માર્ટના થાવ તો સારું’ કહી કોમેન્ટ કરી અપમાનિત કરતા આજે ડૉ. તેજશ્રીબેન પટેલના વિધાનસભા વિસ્તારમાં તેનો પડઘો પડેલ અને એનએસયુઆઈના કાર્યકરો અને નાગરિકોના જણાવ્યા પ્રમાણે વિરમગામ વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં ડૉ. તેજશ્રીબેન પટેલનું નહીં પરંતુ વિરમગામ મત વિસ્તારના નાગરિકોનું પણ અપમાન કર્યું. અમારા પ્રતિનિધિને પ્રશ્નો પૂછવાનો હક છે તેની ઉપર કોમેન્ટ કરી તરાપ મારી શકાય. સમગ્ર કાર્યક્રમનું એનએસયુઆઈના ગુજરાત રાજ્ય કન્વીનર સુધીર રાવલ દ્વારા કરવામાં આવેલ બાબતે ડૉ. તેજશ્રીબેનને પૂછતાં જણાવેલ કે કાર્યક્રમ બાબત મને જાણ નથી. પરંતુ નાગરિકો અને કાર્યકરો દ્વારા મારા પ્રત્યે લાગણી હોય વિરોધ પ્રદર્શન કરેલ તેવું જાણવા મળેલ છે.

વિરમગામમાં NSUI દ્વારા વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાનું પૂતળું બાળ્યું હતું.તસવીર-જયદીપ પાઠક

તેજશ્રીબહેનની વિધાનસભામાં કરાયેલી કોમેન્ટના પડઘા પડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો