તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાલમપુરામાં અંગત અદાવતમાં માતા-પુત્ર પર ગંભીર હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામતાલુકાના જાલમપુર ગામે શુક્રવારે સાંજે અંગત અદાવતમાં 4 શખસ દ્વારા હુમલો થતા માતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વિરમગામ ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને અંગે ફરીયાદ કરવામાં આવી છે.

બાબતે ફરિયાદી મેગીબેન વા/ઓ નાનાભાઈ વાલાભાઈ કો.પટેલે વિરમગામ રૂરલમાં આપેલ ફરિયાદ મુજબ હરદેશભાઈ બાબાભાઈએ તારો છોકરો મારા છોકરાને કેમ હેરાન કરતો હતો તે બાબતે ઝઘડો કરી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ મેગીબેનને માથામાં કોદારી મારી લોહીની ફૂટ કરી તથા બાબાભાઈ ફુલજીભાઈએ છુટી ઈંટો તથા ઢેખારા મારી તથા મુંઢ મારી ઈજા કરેલ. જ્યારે લતીફ બાબાભાઈએ મારા પુત્ર નરેશને માથામાં ધારીયું મારી લોહીની ફૂટ કરેલ તથા વેણીરામ અજમલભાઈએ લાકડીથી મુઢ માર મારી ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ જેથી ઈપીકો કલમ 324, 337, 504, 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી એએસાઆઈ નર્વતસિંહ કડકીયાભાઈ વિરુદ્ધ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વિરમગામના જાલમપુરમાં સામાન્ય ઝગડામાં ચાર શખ્સએ માતા-પુત્ર પર હુમલો ક્યો હતો.

4 શખ્સ સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો