તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરૈયા ખાતે નેશનલ આયર્ન પ્લસ ઇનેશેટીવ કાર્યક્રમ હેઠળ તાલીમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોહતત્વયુક્ત ખોરાકથી પાંડુરોગ રોકી શકાય

તાલુકાહેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે નેશનલ આયર્ન પ્લસ ઇનેશેટીવ (નિપી) કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશા સહિત આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, નીલકંઠ વાસુકીયા, અતુલ પીઠવા, હાર્દીકા ગોસ્વામિ સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, એનેમીયા (પાંડુંરોગ) લોહતત્વ ની ઉણપથી થતો એક રોગ છે. પાંડુંરોગ રોગ શરીરમા લોહતત્વની ઉણપ થી થાઇ છે. પાંડુરોગમાં અસક્તિ, થાક, શ્રમ કરવાથી થાક લાગવો, જીભ અને હોઠમા ફીક્કાસ, નખમા ચમચી આકારના ખાડા જોવા મળવા, પગ અને મો ઉપર સોજા ચડી જાઇ છે, જેવા ચીન્હો જોવા મળે છે. એનેમીયા કોઇ પણ ઉમર ની વ્યક્તિઓને થઇ સકે છે પણ કેટલાક લોકોને રોગ થવાનુ જોખમ વધારે હોઇ છે. ૧૫ થી ૪૫ વયની મહીલાઓને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને, ધાત્રીમાતાને તથા તરુણ વયે અને થી ૨૪ માસ ના બાળકોને પાન્ડુરોગ થવાનુ જોખમ સૌથી વધારે હોય છે.

પ્રા.આ.કેન્દ્ર ગોરૈયાના મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણીએ જણાવ્યુ હતુ કે, શાળાના બાળકોને દર અઠવાડીયે એક વખત આયર્નની ભુરી ગોળી આપવામાં આવે છે. લીલા પાંદ્ડા વાળા શાકભાજી જેમ કે મેથી, પાલક, સરગવાના પાન, કોથમીર, મીથો લીંમડો, મુળાના પાન, ઘઉ, જુવાર, બાજરી વગેરે આખુ ધાન, ફણગાવેલા કઠોળ, મગફળી, અને તેલ જેવા તેલીબીયા, ખજુર અને ગોળ વગેરેમાંથી આયર્ન મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો