તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાય બાય ગુજરાત, 6 મહિના બાદ મળીશું: હાર્દિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાર્દિકને ઉત્તર ગુજરાતમાં આવતો અટકાવાતાં પાટીદારોમાં ભારે રોષ


હાર્દિકપટેલના મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મળ્યા હોવાથી રવિવારે પોલીસ કાફલો તેને લઈને હિંમતનગર આવી શામળાજી પાસેના રતનપુર પાસેની ગુજરાતની સરહદ પર પહોંચ્યો હતો. રાજસ્થાનમાં પ્રવેશતી વખતે હાર્દિકે ગુજરાતને બાય બાય કહી મહિના બાદ ફરી મળવાનો વાયદો કર્યો હતો. રતનપુર ખાતે ટૂંકા રોકાણ દરમિયાન જણાવ્યુ હતું કે આંદોલનમાં સરકાર અને પાટીદારો વચ્ચે સમતુલા જળવાઇ રહે તેવા પ્રયાસ કરીશ.

50થી વધુ વાહનોના કાફલા સાથે ઉદેપુર જવા રવાના થયેલા હાર્દિકનું પાટીદારો દ્વારા સ્વાગત કરાયુ હતું. સવારે 11 વાગ્યા પહેલા રતનપુર ખાતે આવેલ ગુજરાત અને રાજસ્થાનની સરહદે પહોંચ્યા હતા. સરહદ પર પાટીદારો દ્વારા સ્વાગત કરાયું હતું. પાટીદાર નેતાએ ગુજરાતને મહિના માટે બાય બાય કહીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો. પ્રસંગે અનેક પાટીદારોએ ઉપસ્થિત રહી જય સરદારના નારા લગાવી આંદોલનમાં જાણે કે જોમ પુર્યુ હોય તેવું જણાયુ હતું.

હાઇકોર્ટે હાર્દિકને આપેલા શરતી જામીન મુજબ તેણે 17 જુલાઇ સવારના 11 વાગ્યા પહેલા ગુજરાત છોડી દેવાનું હતું.

બીજી બાજુ હાર્દિકને આવકારવા રાજસ્થાનમાંથી પાટીદારો તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તુલસીરામ ડાંગી રતનપુર આવી પહોચ્યા હતા અને હાર્દિકનું સ્વાગત કર્યું હતું. સમયે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જે લોકો અનામત માટે લડાઇ લડી રહ્યા છે તે બધાનો પણ સહકાર લઇશું.

પાલનપુરમાં હાર્દિકની વીડિયો કોન્ફરન્સ થશે

પાલનપુર: પાલનપુરખાતે રવિવારે હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવનાર હતું. જો કે, તેને અમદાવાદથી સીધા રાજસ્થાન લઇ જવામાં આવતાં પાલનપુર આવ્યો હતો. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના પાસના કાર્યકરોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. હવે આગામી સમયમાં હાર્દિક પટેલ વિડીયો કોન્ફરન્સથી પાલનપુરની પ્રજાને સંબોધશે તેમ બનાસકાંઠા પાસના કન્વીનરે જણાવ્યું હતું.

માખોડલને 11 મણની લાપસી કરાઇ

અમરેલી: હાર્દિકપટેલની જેલમુકિત થતા અમરેલી તાબાના લુણીધાર ગામે લુણીધાર યુવા શકિત સંગઠન દ્વારા મા ખોડલની 11 મણની લાપસીના પ્રસાદનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા આસપાસના 15 જેટલા ગામોમાથી પાટીદાર આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમા આગામી દિવસોમાં આંદોલન આગળ ચલાવવાની રણનિતી ઘડવામા આવી હતી.

રતનપુર સરહદે હાર્દિકનું ભવ્ય સ્વાગત કરાયું, સરહદ છોડતી વખતે હાર્દિકે બાય-બાય ગુજરાત કહ્યું હતું.

રાજસ્થાનમાં પાટીદારોએ લગાવ્યા જય સરદારના નારા

રતનપુર બોર્ડરે હાર્દિકનું ભવ્ય સ્વાગત : હાઇકોર્ટના આદેશ મુજબ 11 વાગ્યા પહેલા ગુજરાત છોડ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો